દાતાઓના સહયોગથી બાળકોને સ્કૂલ કીટનું વિતરણ મોરબી : ભડીયાદ પ્રાથમિક શાળામાં ડીડીઓ અને પૂર્વ ધારાસભ્યની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.તેમજ બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને સ્કૂલ કીટ આપવામાં આવી હતી. ભડીયાદ પ્રાથમિક શાળા ખાતે ડીડીઓ ભગદેવ અને પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાની પ્રેરક હાજરીમા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઈ ગયો.આંગણવાડી અને પ્રાથમિક સ્કૂલમાં નવા પ્રવેશ લેતા બાળકોને સત્કારવાં ઉપરાંત આ તકે ગયા વર્ષે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો અને સ્કૂલના બધાં જ બાળકોને સ્કૂલ બેગ અને સ્કૂલ કીટનું દાતાઓના સહયોગથી વિતરણ કરાયું હતું.આ પ્રસંગે દાતા ડાયાભાઈ આદ્રોજા, સવજીભાઈ અઘારા ,જ્યંતિભાઈ અઘારા,ગિરધરભાઈ અઘારા વગેરેનું પણ શાલ અને ગાંધીજીનાં ફોટારુપી સ્મુતિ ચિન્હથી સન્માન કરાયું હતું.કાર્યક્રમ વૃક્ષારોપણ અને દાતાનાં સહયોગથી બાળકોને નાસ્તો કરાવીને સંપન્ન કરાયો હતો.