ચારણ મહિલા મંડળ નામના ગ્રુપમાં મોરબીના મહિલા વિશે અભદ્ર ભાષા બોલનાર આણંદ જિલ્લાની મહિલાની ધરપકડ બાદ છુટકારો મોરબી : મોરબીના સામાંકાંઠા વિસ્તારમાં રહેતી પરિણીતાને બદનામ કરવા માટે તેમની જ જ્ઞાતિના એક મહિલાએ ચારણ જ્ઞાતિના મહિલાના ગ્રુપમાં ચારિત્ર્ય અંગે અભદ્ર ઉચ્ચારણો કરી ઓડિયો કિલીપ વાયરલ કરતા આ મહિલાને સબક શીખડવા તેની સામે આઇટી એકટ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી તત્કાળ કાર્યવાહી કરીને આરોપી મહિલાની ધરપકડ કરી હતી. મોરબીના સો ઓરડી મેઈન રોડ ઉપર આવેલ બીલીપત્રમ એપાર્ટમેન્ટમાં રહેતા ધૃપદબા ઉર્ફે મુનિબેન દિનેશભાઇ બારહટ (ઉ.વ.50) નામની પરિણીતાએ તેમની જ જ્ઞાતિના મહિલા હંસાભા જશુભા ગઢવી સામે મોરબી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી મહિલા હંસાબા જશુભા ગઢવી રે.વાલવોડ, તા.બોરસદ, જિલ્લો આણંદ ફરિયાદી સાથે રાગદ્રેશ રાખી ઈર્ષા અદેખાઈ કરી આરોપી મહિલા ન કરવાનું કરી બેઠી હતી. જેમાં આરોપી મહિલાએ સમાજના વ્હોટ્સએ ગ્રુપ ચારણ મહિલા મંડળમાં પોતાના મોબાઈલથી ફરિયાદીને સંબોધીને તેમના ચારિત્ર્ય ઉપર અન્ય લોકોને શંકા જાય તે રીતે ફરિયાદીનું ચારિત્ર્ય ભષ્ટ હોય તેવી લોકો ધારણ બંધાય તે માટે ફરિયાદીનું હલકું ચારિત્ર્ય ચિત્રણ સાથે ઓડિયો કલીપ વાયરલ કરી હતી. ખરાબ ચારિત્ર્ય સાથેની ઓડિયો કલીપ વાયરલ થતા ફરિયાદી અને તેમનો પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. આથી આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મહિલા સામે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ગુન્હો નોંધી પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.