કોરોના સંક્રમણ વધતા જિલ્લામાં લાંબા સમય બાદ માસ્ક ન પહેરવા સંબંધે કાર્યવાહી મોરબી : મોરબી જિલ્લામાં કોરોના સંક્રમણ જેટ ગતિએ આગળ વધી રહ્યું હોવા છતાં હજુ પણ અનેક અણસમજુ લોકો માસ્ક નથી પહેરતા ત્યારે લાંબા સમય બાદ માળીયા પોલીસે માસ્ક ન પહેરનાર ઈસમ વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી હાથ ધરી હતી. માળીયા પોલીસે વાગડીયા ઝાપા નજીકથી અલીયાસભાઈ ઓસમાણભાઈ જેડા, ઉ.૧૯ વિરુદ્ધ જાહેરમા માસ્ક પહેર્યા વગર કોરોના મહામારી ફેલાય તેવુ કૃત્ય કરી જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના જાહેરનામાનો ભંગ કરવા સબબ આઈપીસી કલમ ૧૮૮,૨૬૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.