મોરબી : મોરબી નજીક ખોખરા હનુમાનથી બેલા વચ્ચેના રોડ ઉપર એક પુલ જર્જરિત થતા રોડને બંધ કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા પુલની બન્ને બાજુ માટીના ઢગલા કરીને અવરજવર બંધ કરાવવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભરતનગરથી બેલા સુધીના રોડમાં ખોખરા હનુમાન મંદિરથી બેલા સુધીનો રોડ છેલ્લા 2 વર્ષથી ખખડધજ હાલતમાં હતો. આ રોડ ઉપર ભારે વાહનો પણ પલ્ટી મારી ગયા હોવાના બનાવ બન્યા છે. તેવામાં આજે આ રોડ ઉપર એક પુલ અતિ જર્જરિત થઈ ગયો હોય, તંત્ર દ્વારા પુલની બન્ને બાજુ માટીના ઢગલા કરીને રોડ ઉપર અવર જવર બંધ કરાવી દેવામાં આવી છે.