મોરબી સહિત રાજ્યના વિવિધ શહેરો-જિલ્લામાં યોજાશે પ્રતિયોગીતાગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગરના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોકસંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાતના અમદાવાદ,સુરત, વડોદરા, રાજકોટ ચાર મહાનગર ખાતે ગણપતિ ઉત્સવ દરમ્યાન શહેરોમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રીની પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.જેમાં પ્રથમ ક્રમને રૂા.5,00,000/-, દ્વિતિયને રૂા.3,00,000/- અને તૃતિય ક્રમને રૂા.1,50,000/-લેખે પુરસ્કાર આપવામાં આવશે. તેમજ ચાર મહાનગર સિવાયના 29 જિલ્લાઓમાંથી ગણપતિ ઉત્સવ દરમ્યાન શહેરોમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી તેમજ 5 (પાંચ)ની પ્રોત્સાહન તરીકે પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. જેમાં પણ પ્રથમ ક્રમને રૂા.5,00,000/-, દ્વિતિયને રૂા.3,00,000/- અને તૃતિય ક્રમને રૂા.1,50,000/- તથા પાંચ ગણેશ પંડાલને પ્રોત્સાહન તરીકે રૂા.1,00,000/- લેખે પુરસ્કાર ચૂકવવામાં આવશે. આમ કુલ મળીને રૂા.52,50,000/-ના પુરસ્કાર રાજય સરકાર તરફથી ચૂકવવામાં આવશે.આ પ્રતિયોગીતા માટે ચાર મહાનગરમાં મ્યુનિસિપલ કમિશનર અને અન્ય 29 જિલ્લાઓમાંકલેકટરના અધ્યક્ષતામાં એક મૂલ્યાંકન સમિતિની રચના કરી બેસ્ટ ગણેશ પંડાલની પસંદગી કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં બનેલ મૂલ્યાંકન સમિતિ દ્વારા ચાર મહાનગરમાં બનાવવામાં આવેલ ગણેશ પંડાલોમાંથી (1) ગણેશ પંડાલનાં મંડપ શણગાર (2) સામાજિક સંદેશ (3) ગણેશ પ્રતિમાની પસંદગી (ઇકો ફ્રેન્ડલી) (4) ઓપરેશન સિન્દૂર – દેશ ભક્તિ (5) સ્વદેશી (6) પંડાલ સ્થળની પસંદગી(ટ્રાફિક કે આસપાસનાં લોકોને અડચણ રૂપ ન થાય) (7) સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી (8) ગણેશ પંડાલ તરફથી કરવામાં આવનાર પ્રવૃતિઓને ધ્યાનમાં રાખી ગણેશ પંડાલની પસંદગી કરી એક થી ત્રણ ક્રમના વિજેતા જાહેર કરવામાં આવશે.તેમજ અન્ય 29 જિલ્લાઓમાં કલેકટરની અધ્યક્ષતામાં બનેલ મૂલ્યાંકન સમિતિ દ્વારા મહાનગરોમાં જણાવ્યા મુજબની વિગતો ધ્યાને લઇ એક બેસ્ટ ગણેશ પંડાલની પસંદગી કરી તેના ફોટા-વીડિયો તેમજ અન્ય જરૂરી વિગતો કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરને મોકલવામાં આવશે. કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર ખાતે રાજ્યનાં 29 જિલ્લાઓમાંથી પસંદગી પામેલ પંડાલોમાંથી શ્રેષ્ઠ 3 (ત્રણ) વિજેતા તેમજ અન્ય 5 (પાંચ)ને પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવશે. આ શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં ભાગ લેવા માટેનાં ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, મોરબી સરનામું:- રૂમ નં-257/236, 2જો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ– મોરબી- 2 ખાતેથી મેળવી તા.28-08-2025 બપોરે 12 કલાક સુધીમાં પરત કરવાના રહેશે. સમય મર્યાદા બાદ ફોર્મ માન્ય રહેશે નહીં.