મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધાનું આજે તા. 29-8-2025ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના મહિલા ફરિયાદ નિવારણ શાખા Women's Grievance Redressal Cell અંતર્ગત ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. રામભાઈ વારોતરીયાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મહિલા સેલના કોઓર્ડીનેટર ડો. કવિતાબા ઝાલા અને ડો. રેખાબેન કચોરીયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ દરમ્યાન પ્રા. જે. એમ. કાથડ તેમજ ડો. એ. એચ. રાજપૂતે નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે મિયાત્રા મિત્તલ, ગુપ્તા જયા, કુમાવત ચેતના તેમજ દ્વિતીય ક્રમાંકે સોનગરા અસ્મિતા અને તૃતીય ક્રમાંકે સોલંકી ભૂમિકા, સવાડીયા પૂનમ, સોલંકી ભારતી રહ્યા હતા. સમગ્ર સ્ટાફ ગણે કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.