મોરબી : મોરબીના સરસ્વતી શિશુમંદિર પુનઃરુત્થાન વિદ્યાપીઠ- મોરબી કેન્દ્ર દ્વારા 23 સપ્ટેમ્બરના રોજ વૈચારિક આક્રમણ અંગે જ્ઞાન વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલિત સરસ્વતી શિશુમંદિર- મોરબી પુનઃરુત્થાન વિદ્યાપીઠ- મોરબી કેન્દ્ર દ્વારા 23 સપ્ટેમ્બર ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે શક્ત શનાળાના સરસ્વતી શિશુમંદિર ખાતે વૈચારિક આક્રમણ વિષય પર જ્ઞાન વર્ગનું આયોજન કરાયું છે. જેમાં પુનઃરુત્થાન વિદ્યાપીઠના કુલપતિ ઈન્દુમતિબહેન કાટદરે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહીને વૈચારિક આક્રમણ અંગે પોતાનું વક્તવ્ય આપશે. તો આ જ્ઞાન વર્ગમાં જોડાવા માટે સરસ્વતી શિશુમંદિરના નિયામક સુનિલભાઈ પરમાર, પુનઃરુત્થાન વિદ્યાપીઠ- મોરબીના કેન્દ્ર સંયોજક હરકિશનભાઈ અમૃતિયા અને સરસ્વતી શિશુમંદિરના મુખ્ય વ્યવસ્થાપક જયંતીભાઈ રાજકોટિયા દ્વારા જણાવવામાં આવ્યું છે.