મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ કબીરધામ આશ્રમ ખાતે નવેક માસ પૂર્વે બનેલા બનાવમાં ફરિયાદ નોંધાઈ મોરબી : મૂળ રાજકોટના રહેવાસી યુવાને પ્રેમલગ્ન કર્યા બાદ પત્ની સાથે મનમેળ ન રહેતા છૂટાછેડા કરી ળીદહ બાદ આજથી નવેક માસ પૂર્વે મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ કબીરધામ આશ્રમ ખાતે હતો ત્યારે મોબાઈલ ફોનમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે રહેતા કૌટુંબિક સાળા સહિતના બે શખ્સોએ પત્ની સાથે સમાધાન કરી લે જે નહીં તો જાનથી પતાવી દેશું તેવી ધમકી આપતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ સાધુ વાસ વાણી રોડ ઉપર જનકપુરી કોપ્લેક્ષ સામે આર એમ સી આવાસ યોજનાના ક્વાટર્સમાં રહેતા મનીષભાઇ ગોવીદભાઇ સોલંકીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેને રાજકોટમાં જ રહેતી યુવતી સાથે પ્રેમલગન કર્યા બાદ છૂટાછેડા થઇ ગયા છે અને હાલમાં ચાર વર્ષનો પુત્ર તેની પાસે છે, વધુમાં પોતે ગત તા.2/12/2022ના રોજ તે મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ કબીરધામ આશ્રમ ખાતે હતો ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે રહેતા કૌટુંબિક સાળા રાકેશભાઇ રાઠોડ અને ફેજલ સંધિએ મનીષભાઈને પત્ની સાથે સમાધાન કરી લેવા ધમકી આપી હતી અને જો સમાધાન નહીં કરે તો જાનથી પતાવી દેશે તેવું કહેતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.