બે વર્ષ પૂર્વે અલગ અલગ વેપારીઓ પાસેથી સોનાના દાગીના બનાવવા મેળવેલું 420 ગ્રામ સોનુ લઈ થયો હતો ફરાર મોરબી : મોરબીની સોની બજારમાં અલગ - અલગ વેપારીઓએ દાગીનો ઘડવા માટે આપેલ સોનુ લઈ બે વર્ષ પૂર્વે ફરાર થઇ ગયેલા બંગાળી કારીગરને મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમે સુરત ખાતેથી દબોચી લઈ સીટી એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર શક્તિ પ્લોટમાં આવેલ શાંતીનિકેતન મકાનમાં રહેતા અને સોના ચાંદીના દાગીનાનો વેપાર કરતા વિરલભાઈ મનહરભાઈ આડેસરા (ઉ.વ.૨૬) એ વર્ષ 2021માં આરોપી ઘનશ્યામભાઈ ભાસ્કરભાઈ સરદાર, રહે. ખાનાકુલ, ચંદકુંડુ, મારોખાના, હુગલી, પશ્વીમ બંગાળ વાળા વિરુદ્ધ સોનાના દાગીના બનાવા માટે છેલ્લા એકાદ વર્ષની અંદર કટકે કટકે આપેલ સોનુ આશરે કુલ ૪૨૦ ગ્રામ જેટલુ જેના દસ ગ્રામ સોનાની કિંમત આશરે રૂ ૩૦,૦૦૦ ગણતા કુલ કિંમત રૂ,૧૨,૬૦૦૦૦ નુ તથા સોની બજારમા આવેલ અન્ય સાહેદોએ પણ ઘરેણા બનાવા માટે આપેલ સોનુ આરોપી લઈ જઈ ફરીયાદી તથા સાહેદ સાથે છેતરપીડી વિશ્વાસઘાત કરતા ફરિયાદ નોંધાવી હતી.દરમિયાન આ છેતરપિંડી કેસમાં સંડોવાયેલ આરોપી ઘનશ્યામભાઈ ભાસ્કરભાઈ સરદાર, રહે. ખાનાકુલ, ચંદકુંડુ, મારોખાના, હુગલી, પશ્વીમ બંગાળ વાળો હાલમાં સુરત ખાતે હોવાની મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમને બાતમી મળતા સુરત હીરાબજારમાંથી આરોપીને ઝડપી લઈ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.આ સફળ કામગીરી મોરબી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ એન.એચ.ચુડાસમા, કે.એચ.ભોચીયા, એ.ડી.જાડેજા, એએસઆઇ રામભાઈ મંઢ, હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ વાઘેલા, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ રાઠોડ તેમજ એલસીબી, પેરોલ ફર્લો સ્ક્વોડ અને ટેક્નિકલ ટીમ દ્વારા કરવામાં આવી હતી.