સોનાના દાગીના બનાવવા માટે આપેલા સોનાને લઈને બંગાળી કારીગર ફરાર થઈ જતા છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના સોની વેપારીઓએ સોની બજારમાં દાગીના બનાવવાનું કામ કરતા બંગાળી વેપારીને ૪૨૦ ગ્રામ સોનુ દાગીના બનાવવા માટે આપ્યું હતું.પરંતુ આ બંગાળી કારીગરે સોની વેપારીઓ સાથે દગો કરીને એ સોનુ લઈને ફરાર થઈ ગયો હતો. આથી આ બનાવ અંગે સોની વેપારીએ બંગાળી શખ્સ સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શનાળા રોડ ઉપર શક્તિ પ્લોટમાં આવેલ શાંતીનિકેતન મકાનમાં રહેતા અને સોના ચાંદીના દાગીનાનો વેપાર કરતા વિરલભાઈ મનહરભાઈ આડેસરા (ઉ.વ.૨૬) એ આરોપી ઘનશ્યામભાઈ ભાસ્કરભાઈ સરદાર (રહે હાલ ગાંધી બજાર હવેલી શેરી મોરબી મુળ રહે ખાનાકુલ ચંદકુંડુ મારોખાના હુગલી પશ્વીમ બંગાળ રાજ્ય) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૭ ઓક્ટોબરના રોજ મોરબીના ગ્રીન ચોક પાસે આવેલ રોયલ પ્લાઝા કોમ્પલેક્ષમા ત્રીજા માળે આવેલ દુકાન નં.૬માં ફરીયાદી તથા સાહેદોએ આરોપીને સોનાના ઘરેણા (દાગીના) બનાવા માટે છેલ્લા એકાદ વર્ષની અંદર કટકે કટકે આપેલ સોનુ આશરે કુલ ૪૨૦ ગ્રામ જેટલુ જેના દસ ગ્રામ સોનાની કિંમત આશરે રૂ ૩૦,૦૦૦ એમ કુલ કિંમત રૂ,૧૨,૬૦૦૦૦ નુ તથા સોની બજારમા આવેલ અન્ય સાહેદોએ પણ ઘરેણા બનાવા માટે આપેલ સોનુ આરોપી પોતાની સાથે લઈ જઈ ફરીયાદી તથા સાહેદ સાથે છેતરપીડી વિશ્વાસઘાત કર્યો હતો. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..