મોરબી : નવા ટ્રાફિક નિયમોની અમલવારી ગઈકાલે તા. 1 નવેમ્બરથી શરુ થઇ ગઈ છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ ટ્રાફિક પોલીસ દ્વારા દંડનાત્મક કામગીરી કરવામાં આવી રહી છે. જેથી, સખ્ત બનાવાયેલા ટ્રાફિક નિયમોનું કડક રીતે પાલન કરવામાં આવે. મોરબી જિલ્લામાં ગઈકાલે લાભ પાંચમે ટ્રાફિક નિયમોના ભંગના કુલ 165 કેસ નોંધાયા હતા. તેમજ આશરે કુલ 70,500 જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો. દિવસ દરમિયાન નિયમના ભંગ બદલ 5 જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, 7થી 8 વાગ્યા સુધી વિવિધ પોલીસ મથકના અધિકારીઓ તથા ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.