થોડીવારમાં જ પાલિકા તંત્રએ રાષ્ટ્રધ્વજ બદલાવી ગરિમા જાળવી મોરબી : મોરબીના ઉમિયા સર્કલે ફરકતો રાષ્ટ્રધ્વજ આજે ત્રીજી વખત ફાટી જતા રાષ્ટ્રધ્વજ ક્ષતિગ્રસ્ત થયાની જાણ થતાં જ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરે આ રાષ્ટ્રધ્વજ બદલવાની કાર્યવાહી હાથ ધરી હતી અને ગરિમા પૂર્વક ત્રીજી વખત ટુંક સમયમાં જ રાષ્ટ્રધ્વજ બદલાવ્યો છે.મોરબીના ઉમિયા સર્કલે દેશની આન બાન અને શાનના પ્રતીક 108 ફૂટ ઉંચો રાષ્ટ્રધ્વજ આજે ફરી ક્ષતિગ્રસ્ત થયો હતો. આ રાષ્ટ્રધ્વજમાં કેસરી કલર હોય તે ભાગ ફાટી ગયો હોવાથી નગરપાલિકા ને ઘટનાની જાણ થતા જ નગરપાલિકાના ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યએ રાષ્ટ્રધ્વજ બદલવાની કાર્યવાહી હાથ ધરાવી ક્ષતિગ્રસ્ત રાષ્ટ્રધ્વજને બદલીને નવો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.