મોરબી : બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરજીના મિશન તથા સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ લાવવા, સામાજિક એકતા અને જાગૃતિના મુખ્ય ઉદ્દેશ સાથે સમાજના નવયુવાનો દ્વારા મોરબીમાં બિલીવ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે.ગઈકાલે તારીખ 18 એપ્રિલ ને ગુરુવારના રોજ બિલીવ ફાઉન્ડેશનની મિટીંગ મળી હતી. જેમાં સભ્યોના સંમતિથી ઠરાવ તથા ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે આકાશ પરમાર, ઉપપ્રમુખ તરીકે અરવિંદ બોસિયા, મંત્રી તરીકે સાવન સોલંકી, સહમંત્રી તરીકે ભરત ભંખોડીયા અને ખજાનચી તરીકે રમેશ સોલંકીની નિમણૂક કરવામાં આવી હતી.