લેખક : સંજય જે રૈયાણી“આજે તમે જે જીવન જીવી રહ્યા છો, તે ગઈકાલે સ્વીકારેલી તમારી માન્યતાઓ... અને રોજિંદી આદતોનું જ પરિણામ છે.”માન્યતાઓ (Beliefs)તમારા જીવનને દિશા આપ તી એક અદ્રશ્ય શક્તિઆપણા જીવનને અંદરથી આકાર આપતી માન્યતાઓ મુખ્યત્વે બે પ્રકારની હોય છે:સકારાત્મક માન્યતાઓ (Empowering Beliefs): જે આપણને જીવનમાં આગળ લઈ જાય છે. તે આપણામાં આત્મવિશ્વાસ, હિંમત અને આંતરિક શક્તિ ભરે છે, જેથી આપણે કંઈક સાર્થક કરી શકીએ. તે આપણને આગળ વધવા, પડકારોનો સામનો કરવા અને તક ઝડપી લેવા પ્રેરિત કરે છે.નકારાત્મક માન્યતાઓ(Limiting Beliefs): જે આપણને મર્યાદિત કરી દે છે. તે આપણને પાછળ ધકેલે છે, મનમાં શંકા અને સંકોચ ઊભો કરે છે અને આપણી પ્રગતિ અટકાવી દે છે. ધીમે-ધીમે તે આપણી સાચી ક્ષમતાઓને નબળી પાડી દે છે.માન્યતાઓ કેવી રીતે આદતો ઘડે છે?માન્યતાઓ માત્ર વિચારો નથી, તે આપણી રોજિંદી ક્રિયાઓ નક્કી કરે છે. સકારાત્મક માન્યતાઓ પ્રગતિ તરફ દોરી જતી આદતો બનાવે છે, જ્યારે નકારાત્મક માન્યતાઓ આપણને એક જ જગ્યાએ જકડી રાખે છે. એટલે જ કોઈપણ વ્યસન, ખરાબ આદત કે નવું કરતા ડરવું—એ કોઈ અચાનક બનેલી ઘટના નથી, પણ આપણી આંતરિક માન્યતાઓનું જ પ્રતિબિંબ છે.આ ચક્રને કેવી રીતે તોડવું?જો તમે કોઈપણ વ્યસન, ખરાબ આદત કે ડરમાંથી બહાર આવવા માંગતા હોવ, તો શરૂઆત જાગૃતિ (Awareness) થી કરો.હું મારામાં ખરેખર શું બદલવા માંગું છું?હવે થોડા ઊંડા ઉતરો. આ આદત તમારા જીવનના દરેક પાસા પર—આર્થિક, માનસિક, આધ્યાત્મિક, શારીરિક અને વ્યક્તિગત વિકાસ પર શું અસર કરી રહી છે, તેનો સાચો હિસાબ માંડો. સત્યથી ભાગો નહીં, તેનો સામનો કરો. દરેક આદતની એક કિંમત ચૂકવવી પડે છે, અને સમય સાથે આ કિંમત વધતી જાય છે.પગલું ૧: નકારાત્મક માન્યતાને ઓળખો: તમારી આ ખરાબ આદત પાછળ કયો વિચાર કે માન્યતા છુપાયેલી છે તેને સ્પષ્ટપણે જુઓ અને કોઈ પણ બહાના વગર તેનો પ્રમાણિકતાથી સ્વીકાર કરો.પગલું ૨: બદલાવ માટે તમારી જાતને તૈયાર કરો: આ આદત આજે અને ભવિષ્યમાં તમને કેટલું નુકસાન પહોંચાડી રહી છે તે સમજો.તમારી જાતને પૂછો:આ આદત મારા આત્મવિશ્વાસ અને આત્મગૌરવને કેટલું નુકસાન પહોંચાડી રહી છે?તેના કારણે અત્યારે મને કેટલી તકલીફ થઈ રહી છે?જો હું આ જ રીતે જીવતો રહીશ, તો ભવિષ્યમાં પરિસ્થિતિ કેટલી વધુ બગડશે?તમે આ સત્યને જેટલું ઊંડાણપૂર્વક અનુભવશો, બદલાવ માટેની તમારી તૈયારી એટલી જ મજબૂત બનશે.તમારી આદતોનું ભવિષ્ય જુઓતમારી આંખો બંધ કરો અને આજથી ૧૫-૨૦ વર્ષ આગળનું ભવિષ્ય જુઓ. તમારું સ્વાસ્થ્ય, તમારી ઊર્જા અને તમારી સ્વનિર્ભરતા કેવી હશે? આ જ આદતો ચાલુ રાખવાથી કેવા પરિણામો આવશે તે જુઓ.હવે તમારી જાતને પૂછો શું મારે ખરેખર આવું જીવન જીવવું છે?યાદ રાખો, નાની દેખાતી વસ્તુઓ ક્યારેય નાની નથી રહેતી. દરેક આદત સમય જતાં વ્યાજ સાથે પાછી વળે છે (Compounding Effect). ખરાબ આદતો લાંબાગાળે દુઃખ અને પીડા આપે છે, જ્યારે સારી આદતો ભવિષ્યમાં શક્તિ, સ્વતંત્રતા અને પ્રગતિની ભેટ આપે છે. તમે રોજ જેનું પુનરાવર્તન કરો છો... અંતે તમે એ જ બની જાઓ છો.એક કડવું સત્ય ઘણા લોકો એવું કહીને મનને મનાવી લે છે કે, “એક દિવસ તો બધાએ મરવાનું જ છે ને!”પરંતુ મૃત્યુ એ કુદરતી છે... જ્યારે રોજબરોજની ખોટી પસંદગીઓને કારણે ઊભું થતું દુઃખ, પરાધીનતા અને લાચારીનું જીવન આપણે પોતે ઊભું કરીએ છીએ.વાસ્તવિક ઉદાહરણ: સત્યની અવગણનામને અમારી બેંકના એક ખૂબ જ ભલા અને આદરણીય અધિકારી યાદ આવે છે. સ્વભાવે સાવ સજ્જન, દરેકને મદદ કરવા માટે હંમેશા તૈયાર. પણ તેમને માવો (તંબાકુ) ખાવાની ભારે આદત હતી.એક દિવસ મેં તેમને સહજભાવે કહ્યું,“સાહેબ, આ યોગ્ય નથી. તમે બહુ વધારે પડતી તંબાકુ ખાઓ છો.”તેમણે પૂરા આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો,“હું છેલ્લા ૩૫ વર્ષથી આ ખાવું છું. અત્યારે મારી ઉંમર ૫૫ વર્ષની છે, મને કાંઈ થવાનું નથી. આ બધી તો ખાલી ડરાવવાની વાતો છે.”તે સમયે તેમની વાત સાચી લાગી શકે, પણ તેના માત્ર બે-ત્રણ વર્ષમાં જ... તેમને કેન્સર હોવાનું નિદાન થયું. આ ૧૯૯૦ના દાયકાની શરૂઆતની વાત છે, જ્યારે આવા કિસ્સાઓ આજના સમય જેટલા સામાન્ય નહોતા.એક હકારાત્મક બદલાવ:જ્યારે જાગૃતિ અંગત બને છેમેં મારા પોતાના પરિવારમાં પણ ખૂબ નજીકથી પરિવર્તન જોયું છે. જ્યારે હું નાનો હતો ત્યારે મારા પિતા અને મોટા ભાઈ બંને ચેઈન સ્મોકર (અતિશય બીડી-સિગારેટ પીનારા) હતા. પણ મેં અનુભવ્યું છે કે જ્યારે જાગૃતિ અંદરથી આવે છે, ત્યારે બદલાવ તરત જ થાય છે.મારો ભાઈ ખૂબ સિગારેટ પીતો હતો. એક દિવસ તેના ઘરે દીકરીનો જન્મ થયો. બસ, એ એક ક્ષણે બધું જ બદલી નાખ્યું. તેને અહેસાસ થયો કે તેની આ આદત માત્ર તેને જ નહીં, પરંતુ તેની નાની દીકરીને પણ નુકસાન પહોંચાડી રહી છે. તે પણ એ જ હવામાં શ્વાસ લઈ રહી છે અને પેસિવ સ્મોકર (Passive Smoker) બની રહી છે.આ વિચાર તેના હૃદયને હચમચાવી ગયો. અને એ જ ક્ષણે... તેણે કોઈ પણ બહાના કે વિલંબ વગર સિગારેટ પીવાનું કાયમ માટે છોડી દીધું. એક સ્પષ્ટ નિર્ણય અને ત્વરિત અમલ!મારો ટર્નિંગ પોઈન્ટ (મારું પોતાનું ઉદાહરણ)એક સમય એવો હતો જ્યારે મારું જીવન ચાલી રહ્યું હતું, પણ તેમાં કોઈ મોટો બદલાવ નહોતો. વિપશ્યના (Vipassana) શિબિરમાં ગયા પછી, મેં મારી જાતને ઊંડાણપૂર્વક જોવાનું શરૂ કર્યું.મેં સૌથી પહેલો મોટો ફેરફાર કર્યો—સવારે ૪:૦૦ વાગ્યે ઉઠવાનો. આ માત્ર ખરાબ આદતો છોડવા વિશે નહોતું, પણ જીવનમાં શ્રેષ્ઠ આદતો ઉમેરવા વિશે હતું. મેં આર્ટ ઓફ લિવિંગ (Art of Living) દ્વારા મેડિટેશન અને સુદર્શન ક્રિયા અપનાવ્યા. મારી સવારની ચાલવાની આદત તો ચાલુ જ રહી, પણ હવે તેમાં એક નવી જાગૃતિ (Awareness) હતી.ધીમે-ધીમે બધું જ ગોઠવાતું ગયું. મારી સવાર મારા આખા દિવસનો મજબૂત પાયો બની ગઈ. મારું મન શાંત થયું, મારી ઊર્જા વધી અને એક વ્યક્તિ તેમજ પ્રોફેશનલ તરીકે મારો આત્મવિશ્વાસ અને નિર્ણયશક્તિ મજબૂત બન્યા. હું મારા સિદ્ધાંતો પર અડગ રહેતા શીખ્યો.આ સકારાત્મક ઉર્જાથી હું એક લેખક પણ બન્યો. વિચારો આપોઆપ અને સહજતાથી વહેવા લાગ્યા. મેં માત્ર મારી દિનચર્યા જ નહીં, પણ મારું આખું જીવન એક ઉચ્ચ સ્તરે...