મોરબી : મોરબી શહેરના આંગણે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય હેતુથી નૂતન ગુરુકુળ સતધામ વિદ્યામંદિર મોરબી દ્વારા આગામી તારીખ 9 જાન્યુઆરી ને ગુરુવાર થી 15 જાન્યુઆરી ને બુધવાર સુધી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના ઘુનડા રોડ પર આવેલા રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે 9 થી 15 જાન્યુઆરી સુધી શિવ મહાપુરાણ કથા ચાલશે. જેમાં કથાના વક્તા સત્ શ્રી (સંસ્કૃતાચાર્ય) વ્યાસપીઠ પર બીરાજીને રાત્રે 8-30 થી 11 કલાક સુધી કથાનું રસપાન કરાવશે. કથા પ્રસંગે મોરબી સંસ્કારધામના પ્રેમપ્રકાશદાસજી સ્વામી, નકલંકધામ બગથળાના દામજી ભગત અને જોધપર (નદી) સ્થિત સરસ્વતી નિકેતન આશ્રમના ભાણદેવજીના હસ્તે દિપપ્રાગટ્ય થશે. 9 જાન્યુઆરીના રોજ રાત્રે 7-30 કલાકે નાથાભાઈ છગનભાઈ બાવરવાના નિવાસ સ્થાન ઉમિયાનગર સોસાયટી, ઉમિયા સર્કલ, શનાળા રોડથી કથા સ્થળ સુધી પોથીયાત્રા નીકળશે. કથા દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાશે. સમગ્ર કથાનું લાઈવ પ્રસારણ કથા ચેનલ પર અને સત્ શ્રી કથા યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે.