સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં દુષ્કર્મ મામલે ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબી શહેરની યુવતી સાથે મિત્રતા કેળવી યુવાને વારંવાર દુષ્કર્મ ગુજારી હેરાન પરેશાન કરતા સમગ્ર બનાવ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીકના વિસ્તારમાં રહેતા આરોપી સૂરજ મનુભાઈ ચાવડા નામના શખ્સે એક યુવતી સાથે પરિચય કેળવી મિત્રતા કરી હતી અને બાદમાં મિત્રતાનો ગેરલાભ લઈ વારંવાર દુષ્કર્મ ગુજાર્યા બાદ યુવતીને હેરાન પરેશાન કરી નાખતા બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.