મોરબી પંથકમાં 3000 જેટલા કારખાના, લાખોની સંખ્યામાં શ્રમિકો, જરા પણ ગફલત થઈ તો ચેપ ખૂબ પ્રસરશે : કઈ પણ કામ હોય અમને કહેજો : પૂર્વ ધારાસભ્યનું પ્રજા જોગ નિવેદન નાયબ મુખ્યમંત્રી સાથે કાંતિલાલ અમૃતિયાની ટેલિફોનિક વાતચીત : સરકાર તરફથી મોરબી માટે ટેસ્ટિંગ કીટનો મોટો જથ્થો ફાળવવાની રજુઆત કરાઈ મોરબી : મોરબીમાં કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાને લેતા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ વીડિયો માધ્યમથી પ્રજા જોગ સંદેશો આપ્યો છે. જેમાં તેઓએ કહ્યું છે કે તમામ લોકો તકેદારી રાખીને સલામત રહે. કોરોનાની સ્થિતિમાં સરકારે મોરબીની તમામ જરૂરિયાત પૂર્ણ કરવાની તત્પરતા દેખાડી છે. વધુમાં કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે કોરોનાના બીજા ફેસમાં જ્યારે સમગ્ર દેશમાં સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ પરિસ્થિતિ કપરી બની છે અને મોરબી જિલ્લામાં કોરોનાના કેસોમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. મોરબી જિલ્લો પણ તેમાંથી બાકાત રહ્યો નથી. માટે તંત્ર અને સરકાર તેમજ સ્વૈચ્છીક સંસ્થાઓ સાથે સંકલન કરી કોરોનાના દર્દીઓને સમયસર સારવાર મળી રહે અને કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારવા માટે આયોજન કરવાની સાથે મોરબીની જાહેર જનતાને કોરોનાથી સાવધાન રહેવા માટે અપીલ કરી હતી. તેઓએ ઉમેર્યું હતું કે મોરબી પંથકમાં 3000 જેટલા કારખાનાઓ છે. તેમાં લાખોની સંખ્યામાં મજૂરો રહે છે. જો જરા પણ ચેપ વધશે તો તે ખૂબ પ્રસરશે. વેપારી એસોસિએશનોએ કલેકટર સાથે બેઠક કરી જરૂર પડ્યે નિશ્ચિત સમય માટે બંધનું એલાન કરવા સહિતની ભીડ ન થાય તેવી તકેદારી રાખવી જોઈએ. જોધપરની સંસ્થાના દેવરાજભાઈ સાથે તેમજ અન્ય સંસ્થાઓ સાથે વાત કરી 500 બેડની વ્યવસ્થા કરવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે. દર્દીને તમામ સુવિધા મળે તેવા પ્રયત્ન ચાલી રહ્યા છે. અંતમાં કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે કઈ પણ કામ હોય એમને કહેજો. અમે તન મન અને ધનથી સેવા કરવા તત્પર છીએ. મારે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાથે ફોન ઉપર વાતચીત થઈ છે. નિતિનભાઈ અને વિજયભાઈ ખૂબ પોઝિટિવ છે. મોરબીની જે જરૂરિયાત હશે તેને પુરી કરશે. કિટની ઘટ વર્તાતા તેઓએ તુરંત કિટની વ્યવસ્થા કરવાની ખાતરી આપી છે.https://www.facebook.com/morbiupdate/videos/1354900928226422/