ભાગ ૨: વિષય-૧ નું પુનરાવર્તનતમારું મન કેવી રીતે કાર્ય કરે છે (અને તમને કેવી રીતે બનાવે છે)લેખક : સંજય રૈયાણી – Thinker | Writer | Inspiring Livesતમારું મગજ ત્રણ બાબતોના આધારે મોટાભાગના નિર્ણયો આપમેળે લઈ લે છે:1️ ઊર્જા બચાવવા માટે2️ આનંદ મેળવવા માટે3️ દુઃખ ટાળવા માટેઉદાહરણ:️ જીમ જવું છે? મગજ કહે છે, કારણ “ના જાવ, ઊર્જા બચાવવી છે/મહેનત નથી કરવી.”વાંચવું કે Netflix જોવું? મગજ Netflix પસંદ કરે છે – કારણ આનંદ માટે.વહેલી સવારે ઉઠવું છે? મગજ કહે છે, “સૂઈ જા –કારણ તકલીફ/સંઘર્ષ/મહેનત ટાળવા”પરિણામ? તમે 'કમ્ફર્ટ ઝોન'માં જ અટવાઈ જાઓ છો.સફળતા ત્યારે શરૂ થાય છે જ્યારે તમે વિચારપૂર્વક નિયંત્રણ લો.તમારા મનને ટ્રેન કરો, તેના ગુલામ ન બનો.વિષય ૨: તમારા મનને સમજો – તેને ચલાવો, તેનો શિકાર ન બનોતમારું મન તમને સુરક્ષિત રાખવા માટે રચાયું છે.તે તમને સલામત રાખવા, અણગમતી સ્થિતિઓથી બચાવવા અને ઊર્જા બચાવવા ઈચ્છે છે.એટલે જ એ હંમેશાં સરળ રસ્તો શોધે છે – સાચો નહીં.મન માત્ર જાગૃતિના પ્રથમ તબક્કાને સમજતું હોય છે—તે તરત જ પ્રતિસાદ આપે છે: શું આનંદદાયક છે, શું દુઃખદાયક છે, કે શું થાકાવનારું છે.તે ભવિષ્યના લાભોને સમજી શકતું નથી – જેમ કે સારું આરોગ્ય, તાકાત, સફળતા, કે આંતરિક વૃદ્ધિ.આ ભવિષ્યના લાભો બીજા તબક્કાની જાગૃતિમાં આવે છે –જે સ્થાન પર તમારું મન સહેજે પહોંચી શકતું નથી.જ્યારે તમે મોટાં કે બદલાવ લાવતાં નિર્ણયો લેવા જાઓ છો,તમારું મન તમને રોકે છે – ડરથી, આળસથી કે અણગમતી લાગણીઓથી.Bulb On Moment અહીં આવે છે – હવે સમજાય છે – ઉકેલ શું?● શાંતિ રાખો● પોતામાં વિશ્વાસ રાખો● હિંમત રાખો● રોજ થોડી ઉત્સાહવૃત્તિ ઉમેરો● સતત રહો● આત્મવિશ્વાસ સાથે આગળ વધો● પ્રક્રિયા પર વિશ્વાસ રાખો● ધૈર્ય અને દ્રઢતાથી આગળ વધોતમારા મન સાથે મિત્રની જેમ વાત કરો:આ રીતે કહો— મનના રમકડા નહીં, મનના માલિક બનો“તું મારો નોકરીયાત છે, સ્વામી નહીં.મારા સંગાથે કાર્ય કર, મને ટેકો આપી અને મને સફળ થવામાં મદદ કર.”જ્યારે તમે જાગૃતતા સાથે નેતૃત્વ લેશો,તમારું મન તમારી વફાદારીથી સાથે આવશે.અને જ્યારે તમારું મન તમારું સાથી બની જશે –તમને રોકી શકશે એવું કશું જ નહીં રહે.● Take Away (મૂખ્ય શિખ)આપણું મન આપણને કેમ આરામદાયક પરિસ્થિતિ પીરસવી તેની જ પળોજણમાં રહે છે.આથી સફળતા મેળવવી હોય તો મનની આ વર્તણૂક સમજી અને મન ઉપર કાબુ મેળવી મનને નિયંત્રણમાં લાવવું પડે.જે માટે આપણે સાદા મનથી નહીં પરંતુ સભાન (જાગૃત) મનથી નિર્ણયો લેવાના થાય, અને તે નિર્ણયો થકી આપણે એક્સ્ક્લુસિવ કાર્ય અને જીવન બનાવી શકીએ.નહીંતર 98% માણસોની જેમ નોર્મલ જીવન જીવી આ ધરતી પરથી વિદાય (Exit) લઈ લેશું.જો એક કે બે ટકા જેવું વિશિષ્ટ જીવન જીવવાનો ખ્વાબ હોય,તો વિશેષ વર્તન કરવું પડશે.ડર, આળસ, કમ્ફર્ટઝોન, દેખાદેખી અને સામાન્ય વિચારધારા છોડીસભાન, પ્રગતિકારક, નવીન અને લગે રહેવાળી વિચારધારા અપનાવવી પડશે.જો રોજબરોજના દરેક કાર્ય વિશેષ રીતે કરીએ,તો કોઈની તાકાત નથી કે તમને આગળ વધતા રોકી શકે.દા.ત.:સુખી કુટુંબના બાળકો કરતાં ઓછા સુખી કુટુંબના બાળકો સારી ડિગ્રી મેળવી રહ્યા છે,કારણ કે તેમણે મન ઉપર કાબુ મેળવી લીધો છે,જ્યારે સુખી કુટુંબના બાળકો કમ્ફર્ટઝોનની બહાર નીકળી શકતા નથી.● નિષ્કર્ષ જો આ સંદેશ તમારા દિલને ઢંઢોળે,તો ઊંડો શ્વાસ લો, સ્મિત કરો અને પોતાને યાદ કરાવો:“હું મારા મનનો માલિક છું. હું વિકાસ પસંદ કરું છું.”લેખક : સંજય રૈયાણી – Thinker | Writer | Inspiring Lives