મોરબીની રવાપર ચોકડીએ મહિલા ટોળકીએ નજર ચૂકવીને ચોરીને અંજામ આપ્યો : ઘટના સીસીટીવીમાં કેદ મોરબી : મોરબીમાં દુકાનોમાં વસ્તુ જોવાના બહાને ઘુસીને કસબ અજમાવતી ટોળકી સક્રિય થઈ છે. જેમાં મોરબીના ભરચકક વિસ્તાર રવાપર ચોકડી પાસેની એક દુકાનમાં મહિલા સહિતની ટોળકીએ વસ્તુ ખરીદવાના બહાને આ વસ્તુઓ સેરવી લીધી હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.તેવી આવી ટોળકીથી વેપારીઓ સાવધાન રહે તે જરૂરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રવાપર રોડ ઉપર રવાપર ચોકડી નજીક આવેલી એક દુકાનમાં જુદી-જુદી વસ્તુઓ ખરદીવાના બહાને મહિલા સહિતની ટોળકી ઘુસી હતી. જો કે વેપારીએ આ લોકોને ગ્રાહકો સમજીને વસ્તુઓ બતાવવાના વ્યસ્ત હતા. તે સમયે વેપારીની નજર ચૂકવીને આ મહિલાએ સહિતની ટોળકીએ જુદી-જુદી વસ્તુઓ જોઈને તેમાંથી અમુક વસ્તુઓ ઉઠાવી લીધી હતી, આ મહિલાએ છુપી રીતે વસ્તુઓ ઉઠાવીને સંતાડી દીધી હતી. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આ ટોળકીની કરતુત દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જો કે મહિલાએ આખા મોઢા ઉપર દુપટ્ટો બાંધી રાખી હોય તેમજ અન્ય વ્યક્તિ માસ્ક પહેર્યું હોવાથી સીસીટીવી ફુટેજમાં ચહેરા ઓળખાય એમ નથી. પણ પોલીસ આ દિશામાં યોગ્ય તપાસ કરે તો આરોપીઓ ઝડપાઇ શકે એમ છે. જો કે આવી ઘટનાઓ ભૂતકાળમાં અનેક વખત બહાર આવી છે. તેથી આ ઘટનાથી વેપારીઓ સતર્ક રહે તેમજ સાથેસાથે પોલીસ નક્કર કાર્યવાહી કરે તે જરૂરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..