51 હિન્દુ 51 મુસ્લિમ કોમી એકતાના પ્રતિક એવા એક મંડપ નીચે દર વર્ષની જેમ નિકાહ અને મંગલ ફેરા ફરી નવજીવનની શરૂઆત કરશેમોરબી : મોરબીમાં તારીખ 26-1-2025 જાન્યુઆરી રવિવારના રોજ બાવા ગ્રુપ દ્વારા 26માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જરૂરિયાતમંદ દુલ્હા-દુલ્હન, વર-કન્યા ફોર્મ મેળવી સમયસર જમા કરાવી લેવાના રહેશે. ફોર્મ મેળવવા માટે સંપર્ક સેતુ ઇકબાલભાઈ રાઠોડ, હાજી એહમદ હુસેન બાપુની ઓફિસ સિપાઈવાસ, મોરબી (મો.નં. 9173492327), બચુભાઈ ચાનિયા, અયોધ્યાપુરી મેઇન રોડ, મોરબી (મો.નં. 98256 45844), મહેશભાઈ, હોટલ ડિલક્સ કે.બી.બેકરીની બાજુમાં, મોરબી (મો. નં. 98793 10595), વિમલભાઈ દફ્તરી, એર વોઇસ ગ્રીન ચોક, મોરબી (મો. નં. 80000 00181) તેમજ જાવીદભાઈ સીપાઈ, હાજી એહમદ હુસેન બાપુની ઓફિસ સિપાઈવાસ (મો.નં. 9033378672) પર સંપર્ક કરી વધુ વિગતો પ્રાપ્ત કરવાની રહેશે. મહત્વનું છે કે, મોરબીમાં વર્ષોથી વિવિધ સેવા કીય પ્રવૃત્તિ કરી કોમી એકતાના પ્રતીક સર્વ ધર્મ સન્માન સાથે સર્વ સમાજમાં લોકપ્રિય એવા સૈયદ હાજી એહમદ હુસેન બાપુ કાદરી દ્વારા શરૂ કરવામાં આવેલ સમૂહ લગ્નનું આયોજન છેલ્લા 25 વર્ષથી રાબેતા મુજબ ચાલી રહ્યું છે જેમાં 51 હિન્દુ યુગલો અને 51 મુસ્લિમ જોડાઓ વર-કન્યા, દુલા-દુલ્હન એમ કુલ મળીને 102 જીવનસાથી નવા જીવનની શરૂઆત એક જ મંડપ નીચે કલમાં પડી નિકાહ કરે છે. હિન્દુ વિધિના મંત્રોચ્ચારો સાથે મંગળ ફેરા ફરી સાધુ-સંતો ફકીરોની હાજરીમાં કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવા માટે આવે છે. રાજકીય સામાજિક સહિતના સંસ્થાઓના આગેવાનો વગેરે વગેરે મહાઅનુભાવો આ કોમી એકતાના ઉદાહરણ ભાગરૂપે યોજાતો આ સમૂહ લગ્નમાં મોટાભાગે હાજરી આપતા હોય છે.