મોરબી : આગામી તા. 27-10-2022ને ગુરુવારના રોજ રાત્રે 8:00 કલાકે બાવળવાડી મેલડી માતાજીના મઢ, અશોકાલયનો ઢાળ ઉતરતા, હીરો શોરૂમની બાજુમાં, મોરબી મુકામે બાવળવાળી મેલડી માતાજીનો મોજથી માંડવો યોજાશે.આ શુભ પ્રસંગે રાવળદેવ ભાવેશભાઈ ગુજ્જર તેમજ સાથી કલાકાર મિત્રો અને એમ.એસ.સાઉન્ડના સથવારે ડાક-ડમરૂની રમઝટ બોલશે. કલમના ભુવા નારણભાઈ પરમાર, લાલજીભાઈ પરમાર, જ્ઞાનગીરીબાપુ કાશીગીરીબાપુ, ખોડાભાઈ મકવાણા, પરસોતમભાઈ મકવાણા, બીપીનભાઈ રાવ, હરેશભાઈ સોલંકી, જીતુભાઈ ઠાકર, દિવ્યરાજભાઈ પરમાર વગેરે માતાજીને પ્રસન્ન કરશે. આ શુભ અવસરે માતાજીના દર્શનનો લ્હાવો લેવા આયોજક બાવળવાળી મેલડી મિત્ર મંડળ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.