હેલ્પિંગ હેન્ડ્સ કલબે બાળકોને ભોજન કરાવી શ્રદ્ધાંજલિ અર્પી મોરબી : હળવદમાં દીવાલ ધસી આવતા 12 ગરીબ શ્રમિકોનું મૃત્યુ નીપજતા મોરબીના હેલ્પિંગ હેન્ડ્સ કલબ દ્વારા તેઓને શ્રદ્ધાંજલિ આપવા બટુક ભોજન કરાવ્યું હતું. હળવદમાં બનેલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 12 શ્રમિક લોકોને શ્રદ્ધાંજલિ આપવા મોરબી હેલ્પિંગ હેન્ડ્સ કલબ દ્વારા ગઈકાલ તા.22ના રોજ 300 જેટલા બાળકોને પુરી,શાક, કેરીનો રસ અને ભૂંગળાનું ભોજન કરાવ્યુ હતું.