નિયમોનો સરેઆમ ભંગ છતાં કોઈ કાર્યવાહી નહિ : બેલગામ ઓવરલોડ વાહનો ઉપર અંકુશ જરૂરી મોરબી : મોરબી જિલ્લાને જોડતા નેશનલ હાઇવે કે અન્ય રાજ્ય માર્ગીય હાઇવે ઉપર લાંબા સમયથી માતેલા સાંઢની માફક દોડતા ઓવરલોડ ભારે વાહનોના ત્રાસનો સળગતો પ્રશ્ન છે. જો કે ગંભીર બાબત એ છે કે દેખીતી જ નજરે આ ઓવરલોડ વાહનો કાયદાને ઘોળીને પી જતા હોય છતાં જવાબદાર તંત્ર જાણે લાજ કાઢતું હોય તેમ આવા ઓવરલોડ વાહનોનો વાળ પણ વાંકો થતો નથી. ત્યારે નિયમોનો સરેઆમ ભંગ કરતા ઓવરલોડ વાહન ઉપર હવે કાયદાકીય લગામ જરૂરી બની છે. મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ઓવરલોડ માલ સમાન ભરેલા હેવી વાહનો બેફામ ગતિએ દોડતા જોવા મળે છે. આ ઉપરાંત, વાંકાનેરથી મોરબી અને માળીયા સુધીના હાઇવે તેમજ જેતપર રોડ અને મોરબી રાજકોટ હાઇવે ઉપર પણ ઓવરલોડ વાહનોનો ત્રાસ છે. આ ઓવરલોડ વાહનોમાંથી હાઇવે ઉપર ઠેરઠેર માટી કે અન્ય ઝીણી રઝકણ પડતી હોય અને ઘુળની ડમરીઓ ઉડવાથી અન્ય નાના વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ઓવરલોડ વાહનોની આવી મનમાની છતાં જવાબદાર તંત્ર ક્યારેય તેમની સામે લાલ આંખ કરતું નથી. તે ગંભીર બાબત છે. હમણાંથી હાઇવે ઉપર આવા ઓવરલોડ માલ ભરેલા હેવી વાહનો રસ્તાની વચ્ચે માટી સહિતના રો- મટીરીયલનો ખડકલો કરી દેતા હોવાના બનાવો વધ્યા છે. રોડની વચ્ચે આવા ઢગલા પડ્યા હોવાથી ટ્રાફિકને માઠી અસર પહોંચે છે. તેમજ અકસ્માતનું જોખમ પણ રહે છે. આથી, લાંબા સમયથી મનમાની ચલાવતા આવા ઓવરલોડ વાહનો ઉપર જવાબદાર તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..