હાલ કચેરી અઠવાડિયામાં માત્ર 2 જ દિવસ ચાલુ હોવાથી અરજદારો અને વકીલોને હાલાકીટંકારા : ટંકારા સબ રજિસ્ટ્રાર કચેરી હાલ અઠવાડિયામાં બે જ દિવસ ચાલુ રહેતી હોય જેને રેગ્યુલર કરી આપવામાં આવે તેવી માંગ સાથે ટંકારા બાર એસો.ના પ્રમુખ સંજય ભાગીયા દ્વારા મોરબી મદદનીશ નોંધણી સર નિરિક્ષકને રજુઆત કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૧થી ટંકારા ખાતે સબ રજીસ્ટ્રાર કચેરી કાર્યરત છે. છેલ્લા ઘણા મહિનાઓથી સબ રજીસ્ટ્રાર કચેરી અઠવાડીયાના કુલ દિવસોમાં ૨ દિવસ ચાલુ રહે છે. ટંકારા તાલુકાના કુલ ૪૬ ગામડાઓ હોય તેમજ ટંકારાને હાલ નગરપાલીકાનો દરજ્જો પણ મળેલ છે. ટંકારામાં કુલ ૪૫ જેટલા વકિલો વકીલાત કરી રહ્યા છે. હાલ ટંકારામાં પોલીપેક ઉદ્યોગ તથા જીનીંગ ઉદ્યોગ તેમજ છત્તર જી.આઈ.ડી.સી. વસાહત જેવા એકમો ઉપલબ્ધ હોય તથા ટંકારા તાલુકા તેમજ નગરપાલીકા વિસ્તારમાં બાંધકામોનો વિસ્તાર પણ વિકસીત થતો હોય જેને લીધે વેચાણ દસ્તાવેજનુ પ્રમાણ ખુબજ જોવા મળે છે. જેને લીધે સબ રજીસ્ટ્રાર કચેરીમાં લોકોની ભીડ ખુબ જોવા મળે છે. આથી દસ્તાવેજ કરવા આવનાર લોકોને કોઈ મુશ્કેલી ઉભી ના થાય જેથી ટંકારા સબ સબરજીસ્ટ્રાર કચેરીને અગાઉની જેમ રેગ્યુલર કરી આપવામાં આવે.