મોરબી : મોરબી અને વાંકાનેરના BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા મોરબી અને વાંકાનેરની હોસ્પિટલોમાં ઓક્સિજન કોન્સનટ્રેટર મશીન દાનમાં આપવામાં આવ્યા છે. મોરબીના BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા BAPS પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી કોરોનાના દર્દીઓની મદદ માટે મોરબીમાં આવેલ સદભાવના હોસ્પિટલને ઓક્સિજન કોન્સનટ્રેટર મશીનનું અનુદાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, વાંકાનેરના BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા BAPS પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલને બે ઓક્સિજન કોન્સનટ્રેટર મશીનોનું અનુદાન કરવામાં આવ્યું છે. આ તકે વાંકાનેરના ધારાસભ્ય મહંમદજાવેદ પીરજાદા, APMC ચેરમેન શકીલ પીરજાદા તેમજ મીમનજીભાઈ પરાસરા, મેડિકલ ઓફિસર ડો. સાજીદ, ટ્રસ્ટીઓ નુરમહંમદભાઈ કબાટવાળા, હનીફભાઇ પટેલ, મહંમદભાઈ કડીવાર અને અલીભાઈ કડીવાર તેમજ BAPS સંસ્થા વતી અમિતસિંહ રાણા, મજબૂતસિંહ વાળા, જયેશભાઇ રામાબી, પ્રભુભાઈ રાઠોડ, સમિતભાઈ ત્રિવેદી, સંદીપભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં, વાંકાનેરના BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બંધુ સમાજ હોસ્પિટલને 3 ઓક્સિજન કોન્સનટ્રેટર મશીનોનું દાન આપવામાં આવ્યું છે. આ પ્રસંગે ટ્રસ્ટના વાઇસ પ્રેસિડન્ટ અનંતરાય મહેતા, ટ્રસ્ટીઓ કેતનભાઈ મહેતા અને શૈલેષભાઇ દોશી, મેનેજર ધવલભાઈ કરથીયા, ડો. ચિંતન પટેલ, ડો. ચાર્મી દવે, ડો. અંકિતાબા ઝાલા, નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન હાજર રહ્યા હતા અને સ્વામી નારાયણ મંદિરે ઠાકોરજીના સાનિધ્યમાં હરિસ્મરણ સ્વામી, મંગલપ્રકાશ સ્વામી દ્વારા પૂજનવિધિ અને પ્રાર્થના કરાયા બાદ કાર્યકરો દ્વારા જે-તે હોસ્પિટલમાં ઓક્સિજન કોન્સનટ્રેટર મશીન અર્પણ કરાયા હતા.