મોરબી: ધુડકોટ (આમરણ) ખાતે આવેલા બાણગંગા આશ્રમે આગામી તારીખ 26 ઓક્ટોબર ને બુધવારના રોજ નવા વર્ષ નિમિત્તે અન્નકૂટ દર્શન તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. બાણગંગા આશ્રમ સેવક ગણ દ્વારા આ અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદનું આયોજન કરાયું છે ત્યારે સર્વે ધર્મપ્રેમી ભક્તજનોને અન્નકૂટ દર્શનનો લ્હાવો લેવા તેમજ મહાપ્રસાદ લેવા માટે સાધ્વી ભરતદાસજી દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.