ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારાના ધ્રુવનગર ગામ પાસે એસટી બસ નંબર જીજે - 18 - ઝેડટી - 1255ના ચાલક રાવીરાજસિંહ મૂળરાજસિંહ જાડેજા રહે.કાલાવડ વાળાએ આગળ જતી ઇનોવા કાર નંબર જીજે - 03 - એફકે - 8019ને પાછળથી ઠોકર મારતા ગાડીમાં નુકશાન થતા કાર માલિક રજનીકાંત સવજીભાઈ ઠોરિયાએ ટંકારા પોલીસ મથકમાં એસટી બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.