ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક બાર નાલા પાસે જીજે-03-એટી -0242 નંબરના ટ્રક ચાલકે અર્ટિગા કાર લઈને જઈ રહેલા રાજકોટ નાગેશ્વરમાં રહેતા મીથીલ સુરેશભાઈ બુધ્ધદેવની કારમાં પાછળથી ઠોકર મારી કારની ડેકી તેમજ બમ્પરને નુકશાન પહોંચાડતા ટંકારા પોલીસ મથકમાં ટ્રક ચાલક સાહિલ ઇસ્માઇલભાઈ સોરા રહે- રાજકોટ ભગવતીપરા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.