તિરંગાવાળી પતંગ સાથે હિંદુ દેવી-દેવતાઓની ફોટાવાળી પતંગ પણ બનાવા પર પ્રતિબંધ મુકવાની માંગ સાથે ક્રાંતિકારી સેના દ્વારા કલેકટરને રજુઆત મોરબી : તિરંગાવાળી પતંગ તેમજ હિંદુ દેવી-દેવતાઓની ફોટાવાળી પતંગ પણ બનાવા પર પ્રતિબંધ મુકવાની માંગ સાથે મોરબી ક્રાંતિકારી સેના દ્વારા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી અને તમામ સાંસદ તેમજ મંત્રીઓને સંબોધીને મોરબી જિલ્લા કલેકટરને એક આવેદન આપવામાં આવ્યું છે. આવેદનમાં જણાવ્યું છે કે, દર વર્ષે ઉત્તરાયણ પર પતંગ મહોત્સવને માણવા માટે લોકો રંગબેરંગી પતંગોની ખરીદી કરી આકાશમાં ઉડાડતા હોય છે. ત્યારે ઘણી બધી પતંગો કટ થવાથી આ પતંગો ગંદકી વાળી જગ્યાઓ પર તેમજ અન્ય ખુલ્લેઆમ નીચે પડેલી હોય છે. ગત વર્ષથી પતંગોની અંદર ભારત દેશનાં તિરંગા કલરવાળી પતંગો માર્કેટમાં મળી હતી.જેમાં અશોક ચક્રનો પણ સમાવેશ કરવામાં આવે છે. જેથી એવી પતંગે ખરેખર આપણા દેશનાં તિરંગાનુ સ્વરૂપ લઈ લીધેલ કહેવાય. ગત વર્ષે ક્રાંતિકારી સેના દ્વારા આ બાબતો વિરોધ કર્યો હતો. ત્યારે જવાબદાર અધિકારીઓ તેમજ દુકાનદારોએ ઘણો સહયોગ આપ્યો હતો. પરંતુ ખરેખર આવી પતંગોનું નિર્માણ ન થાય એ ખૂબ જરૂરી છે. ગત વર્ષે જ્યારે રજુઆત કરવામાં આવી હતી. ત્યારે લોકોએ તેમજ દુકાનદારોએ અમોને સૂચન કરેલ કે આવી પતંગો પર પ્રતિબંધ માટે આપ માંગણી કરો. તેથી કાંતિકારી સેનાએ આજે ઉતરાયણ મહોત્સવનાં બે થી ત્રણ માસ પૂર્વે આ માંગણી કરી રહ્યા છીએ કે દેશનાં રાષ્ટ્રધ્વજ તેમજ હિન્દુ દેવી-દેવતાઓનાં અપમાન ન થાય તે માટે આવી પતંગો બનાવવા પર સરકાર દ્વારા સંપૂર્ણ પ્રતિબંધ લાદવો જોઈએ. રાષ્ટ્રહિત માટે તિરંગાવાળી પતંગ તેમજ હિન્દુ દેવી-દેવતાઓનાં ફોટાવાળી પતંગ પર પ્રતિબંધ મુકવાની માંગ કરી છે.