મહાનગરપાલિકા કમિશનર સંગીતા રૈયાણી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ: નિયમનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરાશેમોરબી અપડેટ : જૈન ધર્મના પવિત્ર તહેવાર પર્યુષણ પર્વને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી તારીખ 08/09/2026 થી 16/09/2026 સુધી તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, માછલી અને ચિકનના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.મોરબી મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણી (IAS) દ્વારા પ્રસિધ્ધ કરાયેલા જાહેરનામાની સંબંધિત તમામ વેપારીઓ અને નાગરિકોને ચુસ્તપણે અમલવારી કરવા સૂચિત કરવામાં આવ્યું છે. તેમજ સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે ધી બી.પી.એમ.સી. (BPMC) એક્ટ-1949 ની કલમ 329 અને 336 અન્વયે ધોરણસરની અને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. #MorbiUpdate #MorbiMMC #ParyushanParv #MeatBan #MorbiNews #Morbi