છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ ઉજવવાની શરૂઆત મહાત્મા જ્યોતિરાવ ફુલેએ ઈ.સ. 1870માં કરીમોરબી :આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રેબાળુડાને માત હીંચોળે, ધણણણ ડુંગરા બોલે.શિવાજીને નીંદરું ના’વે, માતા જીજાબાઇ ઝુલાવે.ઝવેરચંદ મેઘાણી એ આ હાલરડું છત્રપતિ શિવાજીને અનુસંધાને લખેલું છે. છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ એ ભારતીય રાજ્ય મહારાષ્ટ્રનો તહેવાર છે. આ તહેવાર 19 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે, જેમાં પ્રથમ છત્રપતિ અને મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે. છત્રપતિ શિવાજી મહારાજ જયંતી ઉજવવાની શરૂઆત મહાત્મા જ્યોતિરાવ ફુલેએ ઈ.સ. 1870માં કરી હતી. મહાત્મા જ્યોતિરાવ ફુલેએ રાયગઢ કિલ્લા પર શિવાજી મહારાજની સમાધિ શોધી કાઢી હતી, જે પુણેથી લગભગ 100 કિમી દૂર છે.છત્રપતિ શિવાજી રાજે ભોંસલે પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. તેમનાં વ્યક્તિત્વ ઘડતરમાં માતા જીજાબાઇ, દાદા કોડદેવ અને ગુરુ સમર્થ રામદાસનો અગત્યનો ફાળો છે. પર્વતીય પ્રદેશમાં ઉપયોગી તેવી ગેરિલા એટલે કે છાપામાર પદ્ધતિનો ખૂબ ચતુરાઇથી ઉપયોગ કરીને શિવાજીએ મુઘલ પાસેથી મરાઠા પ્રદેશ જીતી લીધો હતો. ભારતમાં અને ખાસ તો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેમની એક વીરપુરુષ તરીકે ગણના થાય છે અને ઘણી દંતકથા અને લોકકથા પણ તેમના માટે પ્રચલિત છે.શિવાજીનો જન્મ ફેબ્રુઆરી ૧૯, ૧૬૩૦ ના રોજ શિવનેરી કિલ્લામાં થયો હતો. શિવાજી મહારાજને સૌથી મહાન મરાઠા શાસક તરીકે ગણવામાં આવે છે, જેમણે બીજાપુરની ક્ષીણ થતી આદિલશાહી સલ્તનતમાંથી મરાઠા સામ્રાજ્યની શરૂઆત કરી હતી. ૧૬ વર્ષની નાની ઉંમરે, શિવાજીએ તોરણા કિલ્લા પર કબજો કર્યો અને ૧૭ વર્ષની ઉંમરે રાયગઢ અને કોંડાના કિલ્લાઓ પર કબજો કરી લીધો. શિવાજી મહારાજનું નામ શિવાજી ભોંસલે હતું અને તેઓ ભોંસલે મરાઠા કુળના સભ્ય હતા. શિવાજી મહારાજે તે સમયમાં પ્રચલિત પર્શિયન ભાષાનો ઉપયોગ કરવાને બદલે કોર્ટ અને વહીવટમાં મરાઠી અને સંસ્કૃતના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું હતું.શહાજીએ નાના શિવાજીને તેની માતા જીજાબાઇ પાસે પૂણેની વિરાસત સાચવવા રાખ્યા હતા. મંત્રીઓની નાની મંડળી શિવાજીને સંચાલનમાં મદદ કરવા રોકી હતી. આ મંડળીમાં - પેશ્વા તરીકે શામરાવ નીલકંઠ, મુઝુમદાર તરીકે બાલક્રિશ્ન પંત, સબનીસ તરીકે રઘુનાથ બલ્લાલ અને દાબીર તરીકે સોનોપંત હતા. લશ્કરી યોદ્ધા કન્હોજી પંત અને બાજી પસાલકરને શિવાજીની તાલીમ માટે રોકેલા. દાદાજી કોંડાદેવ બધી જ તાલીમની દેખરેખ રાખતા. આવી પરિસ્થિતિમાં શિવાજીએ રોહીડેશ્વરના મંદિરમાં ૧૬૪૪માં સ્વરાજ્યની પ્રતિજ્ઞા લીધેલી.શહાજીએ પુનામાં લાલ મહેલ બંધાવી આપ્યો હતો. રાજચિહ્ન પણ બનાવીને શિવાજીને આપવામાં આવ્યું હતુ; જેમાં સંસ્કૃતમાં લખ્યુ હતુ કે 'આ શહાજીના પુત્ર શિવાજીનું રાજચિહ્ન છે. તે લોકકલ્યાણ માટે છે. તે બીજના ચંદ્રની માફક વધશે.' આવી રીતે શિવાજીની કારકિર્દીની શરૂઆત થઇ. શહાજીના મૃત્યુ પછી શિવાજીએ રાજાનું બિરુદ વાપરવાનું ચાલુ કર્યુ.ઇ.સ. ૧૬૭૭-'૭૮માં શિવાજીનું ધ્યાન કર્ણાટક તરફ ગયું. મુંબઇના દક્ષિણમાં કોંકણ, તુંગભદ્રા નદીના પશ્ચિમમાં બેલગામ તથા ધારવાડનો વિસ્તાર, મૈસૂર, વૈલારી, ત્રિચુર તથા જિંજી પર કબજો મેળવ્યા બાદ ૪ એપ્રિલ, ૧૬૮૦માં શિવાજીનું દેહાંત થયું હતું.