કોરોના કાળમાં લોકોને મદદરૂપ થનાર હળવદની સામાજિક સંસ્થાઓને પણ સન્માનિત કરાઈ હળવદ : આજ રોજ હળવદ યુવા ભાજપ દ્વારા શહેરમાં આવેલ એપીએમસી ખાતે કોરોના વોરિયર્સને શીલ્ડ અને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ધારાસભ્ય સહીત પ્રદેશ યુવા ભાજપના અને મોરબી જિલ્લા યુવા ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા. કોરોના કાળમાં લોકોને બનતી તમામ મદદ કરનાર અને દર્દી નારાયણની સેવા કરનાર ડોક્ટર, નર્સ, સામાજિક સંસ્થાઓ, સેવાભાવી યુવાનો, પત્રકારો સહિત 120 કોરોના વોરિયર્સને હળવદ યુવા ભાજપ દ્વારા શીલ્ડ અને સન્માન પત્ર આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, પ્રદેશ યુવા ભાજપના મહામંત્રી નરેશભાઈ દેસાઈ, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, હળવદ એપીએમસીના ચેરમેન રણછોડભાઇ પટેલ, પાલિકા પ્રમુખ રમેશભાઈ પારેજીયા, તાલુકા પંચાયતના પ્રમુખ બકુબેન નારૂભાઈ પઢીયાર, શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઈ સોનગરા, જામનગર જિલ્લા કિસાન મોરચાના પ્રભારી રજનીભાઈ સંઘાણી, તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ સીણોજીયા, શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે,મહામંત્રી સંદીપભાઈ પટેલ, રમેશભાઈ ભગત, ખરીદ વેચાણ સંઘના ઉપ પ્રમુખ સોમાભાઈ ઠાકોર, ઘનશ્યામભાઈ ગોહિલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નિલેશભાઈ ગામી, જશુબેન પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે, હિતેશભાઈ લોરીયા, નયનભાઈ પટેલ, રવિભાઈ પટેલ, અશોકભાઈ પ્રજાપતિ, મેહુલભાઈ પટેલ, હસમુખભાઈ પ્રજાપતિ, અસોકભાઈ પ્રજાપતિ સહિતના કાર્યકરો દ્વારા ભારે જહેમત ઊઠાવી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..