મોરબી : મોરબીમાં લખધીરજી એન્ડાઉનમેન્ટ ટ્રસ્ટ સંચાલીત મોરબીના મધ્યમાં આવેલ માતૃશ્રી બાજીરાજબા અનાથ આશ્રમ એ મોરબીમાં જુના મોરબી રાજ્યના વખતથી નિરાધાર પુરૂષો-મહીલાઓ માટે ઘર જેવી સગવડ આપતુ અનાથાશ્રમ છેલ્લા ૯૦ વર્ષથી કાર્યરત છે. જેમાં નિરાશ્રીત લોકોને કોઇ પણ ચાર્જ વગર નિ:શુલ્ક આશરો આપવામાં આવે છે. તેમજ સવારે ચા-નાસ્તો તથા બપોરે ભરપેટ ભોજન તથા બપોર બાદ 3 વાગ્યે ચા તથા સાંજે ભોજન આપવામાં આવે છે. તથા પહેરવાના કપડા પણ આશ્રમમાંથી જ આપવામાં આવે છે. રહેવા માટે અદ્યતન એટેચ બાથરૂમ સાથેની સગવડવાળા અદ્યતન રૂમની સવલત આપવામાં આવે છે. તો જે કોઇ વૃધ્ધ પુરૂષો-મહીલાઓ આશ્રમમાં દાખલ થવા ઇચ્છતા હોય અને પોતાનું કામ જાતે કરી શકે તેમ હોય તેઓને તેના આપ્તજનો, પડોશી વિગેરે તેમના આધારકાર્ડ-ચૂંટણીકાર્ડની નકલ તથા પોતાના આધારકાર્ડની નકલ સાથે આ સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.