મોરબી : મોરબી જિલ્લામાં બહુજન સમાજ પાર્ટી દ્વારા ગઈકાલે 2 ઓક્ટોબરના રોજ મોરબીના નહેરુ ગેટ પાસે, જયહિંદ ટોકિઝવાળા કોમ્પલેક્ષમાં બીજા માળે પાર્ટીનું જિલ્લા કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. બહુજન સમાજ પાર્ટી મોરબીના કાર્યાલયના શુભારંભ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. આ પ્રસંગે પ્રદેશ કાર્યાલયમાંથી દામજીભાઈ સોંદરવા, અર્જુનભાઈ ચૌહાણ, ચમનભાઈ સવસાણી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મોરબીના પ્રભારી ભરતભાઈ સાગઠિયા, પ્રમુખ મુસાભાઈ ચનાણી, જિલ્લા મહાસચિવ કિશોરભાઈ વણોલ, હળવદ તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ ચાવડા, ટીકર જિલ્લા સીટના પ્રમુખ જગદિશભાઈ ચાવડા, મોરબી તાલુકા પંચાયત ખરેડા પ્રમુખ દિનેશભાઈ ચાવડા, વોર્ડ પ્રમુખ ઈન્દ્રિસભાઈ બ્લોચ, ટંકારા તાલુકા પ્રમુખ પ્રવિણભાઈ ચૌહાણ, લાલપર તાલુકા પંચાયત સીટના પ્રમુખ સુરેશભાઈ સોલંકી, હળવદ બસપા કાર્યકર્તા, ઠાકોર સમાજના આગેવાન લાલજીભાઈ દેગામા, મોરબી જિલ્લા કાર્યકર્તા પ્રવિણભાઈ શુક્લ, નાનજીભાઈ સોલંકી, હર્ષદભાઈ પરમાર, ધનજીભાઈ પરમાર, કલ્પેશભાઈ પરમાર વગેરે હાજર રહ્યા હતા.