મોરબી : આગામી તા.22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે ત્યારે મોરબીના બગથળા ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.અયોધ્યા ખાતે યોજાનાર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને બગથળા ગામના યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી તા. 22 જાન્યુઆરીના રોજ તમામ ગ્રામજનોને ઘેર ઘેર આસોપાલવના તોરણ બાંધવા અને રંગોળી અથવા સ્વસ્તિક કરવા અપીલ કરવામાં આવી છે. સાથે જ ઘેર ઘેર પાંચ દિવા કરવા જણાવાયું છે.વધુમાં તા.22 જાન્યુઆરીએ બપોરે ગામના દરેક મંદિરે મહાઆરતી થશે. ત્યારબાદ 2 કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં ભગવાન શ્રી રામ, સીતા અને રામ દરબાર સાથે શોભાયાત્રા નીકળશે. સાથે જ સાંજે સમસ્ત બગથળા ગામના લોકો એક સાથે મહાપ્રસાદ લેશે અને રાત્રે 8-30 કલાકે ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.