ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે સરપંચને પ્રમાણપત્ર એનાયતમોરબી : મોરબીના બગથળા ગામને સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના હેઠળ ODF Plus Model જાહેર કરવામાં આવ્યું છે. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે બગથળા ગામના સરપંચને આ અંગેનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.સમગ્ર ગુજરાતમાં સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા થકી સરકારની અનેકવિધ યોજનાઓના લાભો ગ્રામજનોને ઘર આંગણે મળી રહ્યા છે. ગ્રામ્ય કક્ષાએ કરેલ ઉમદા કાર્યો બદલ ગ્રામ પંચાયતોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવી રહ્યા છે.મોરબીના બગથળા ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના રથને ગ્રામજનોએ આવકાર્યો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ દરમિયાન સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના હેઠળ ODF plus model ના પેરામીટર ધરાવતા હોય તેવા ગામોને અભિનંદન આપી સન્માનિત કરવામાં આવે છે. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા બગથળા ગામને સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના હેઠળ ગ્રામ પંચાયતને ODF plus Model જાહેર કરી સરપંચ પરેશભાઈ આંબલીયાને પ્રમાણપત્ર એનાયત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.