વિદ્યાર્થીઓનાં સર્ટિફિકેટ 28 નવેમ્બર સુધીમાં કલેક્શન સેન્ટરે જમા કરાવવા અનુરોધમોરબી : બગથળા સોશિયલ ગ્રુપ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બગથળા સોશિયલ ગ્રુપ મોરબીનો સ્નેહમિલન તેમજ વાર્ષિક સમારોહ તેમજ તેજસ્વીતારલાનું સન્માન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ ડિસેમ્બર મહિનામાં યોજાશે.જેના માટે વિદ્યાર્થીઓનાં સર્ટિફિકેટ મંગાવવામાં આવ્યા છે. આ સર્ટિફિકેટ તા. 10-11-2025 થી તા. 28-11-2025 સુધીમાં દર વખતનાં કલેક્શન સેન્ટરમાં જમાં કરાવવા જણાવવામાં આવ્યું છે. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જે બાળકો અને બહેનોને લાભ લેવો હોય તે પોતાના નામ ધરતીબેન બરાસરા પાસે મો. નં. 9825941704 નોંધાવી આપવાના રહેશે. તેમજ જે કુટુંબ બગથળાથી મોરબી રહેવા આવ્યા હોય અને અત્યાર સુધી સભ્ય ન હોય તો પણ આ વર્ષનાં ફંકશનમાં આવીને પોતાનું નામ નોંધાવી શકશે. અને આપની આજુ બાજુમાં નવા રહેવા આવ્યા હોય તેમણે જાણ કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.