મોરબી : બગથળા સોશિયલ ગ્રુપ મોરબી દ્વારા જમ્મુ કાશ્મીરના પહલગામમાં નિર્દોષ પર્યટકો ઉપર થયેલા આતંકવાદી હુમલાને નિદંનીય ગણાવીને આ હુમલામાં ભોગ બનેલા મૃતકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી હતી. બગથળા સોશિયલ ગ્રુપ મોરબી દ્વારા જણાવાયું હતું કે, આ આંતકવાદી હુમલો ભારત દેશની એકતા અને અખંડિતતા ઉપર પ્રહાર કરવાનું દુઃસાહસ કર્યું છે. બધા લોકો સાથે મળીને જૂના મનભેદ ભૂલીને આવા હલકા કૃત્યને વખોડી કાઢવુ જોઈએ. સરકાર ઝડપથી તમામ પીડિત લોકો અને એમના સ્વજનોને તમામ પ્રકારની સહાયતા કરે તેમજ આવા હલકા કૃત્યમાં સહભાગી થયેલા લોકો ઝડપથી પકડીને એકદમ કડકમાં કડક સજા કરી દાખલો બેસાડે એવી વિનંતી છે. આખો દેશ અત્યારે પ્રશાસન સાથે ખડેપગે સાથે સહકાર આપવા ઊભો છે.