સ્નોબ સેનેટરી કારખાનામાં લેબર કોલોનીમાં શ્રમિકો વચ્ચે મારામારીવાંકાનેર : વાંકાનેર તાલુકાના જેતપરડા ગામની સીમમાં આવેલ સ્નોબ સેનેટરી કારખાનાની લેબર કોલોનીમાં બાળકોને ઘર બહાર જાજરૂ નહિ કરાવવા બાબતે પાડોશીએ ઠપકો આપતા નજીવી બાબતે પાડોશીએ મહિલાને માર મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જેતપરડા ગામની સીમમાં આવેલ સ્નોબ સેનેટરી કારખાનામાં લેબર કવાટર્સમાં રહેતા મૂળ લુણસર ગામના વતની ફરિયાદી જોશનાબેન ભીખાભાઇ ઉર્ફે શંકરભાઇ ચાવડા ઉ.39એ આરોપી એવા પાડોશમાં રહેતા મનીષાબેન રાહુલભાઈ, રાહુલભાઈ, રોહિતભાઈ કોળી, ગોપાલભાઈ કોળી, સાગરભાઈ કોળી અને દિનેશભાઇ કોળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, મનીષાબેન તેમના બાળકોને ઘર સામે જાજરૂ કરવા બેસાડતા હોય એવું નહિ કરવાનું કહેતા સારું નહીં લાગતા તમામ આરોપીઓએ ઝઘડો કરી લાકડાના ધોકા વડે ઇજાઓ પહોંચાડી મૂંઢ માર માર્યો હતો.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.