મોરબી : બગથળા ગામના સુપ્રસિધ્ધ નકલંકની જગ્યામા દર વર્ષે બેસતા વર્ષે અન્નકુટનાં દર્શન તેમજ પ્રસાદ રાખવામાં આવે છે પરંતુ આ વર્ષે તમામ ધર્મ પ્રેમી જનતા ને જાણ કરવામા આવેછે કે કોરોના મહામારીના હિસાબે શ્રી નકલંક જગ્યામા મહાપ્રસાદનુ આયોજન મોકૂફ રાખેલ છે. માત્ર અન્નકૂટ દર્શન કરવા માટે સરકારની ગાઇડલાઈન પ્રમાણે માસ્ક પહેરવું સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું આ પ્રમાણે દર્શનનો લાભ લેવા પધારવા માટે નકલંકના મહંત તેમજ ટ્રસ્ટી દ્વારા વિનંતી કરવામાં આવી છે. મોરબી જિલ્લાના તમામ સમાચારો મેળવવા મોરબી અપડેટની એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN&gl=US