સિટી એ ડિવિઝન પોલીસે મૂળ હળવદના અઠંગ વાહનચોરને રવાપર ધુનડા રોડ ઉપરથી દબોચી લીધો મોરબી : મોરબીમાં વાહન ચોરીના ઉપરા - છાપરી બનાવોને પગલે સતર્ક બનેલી સિટી એ ડિવિઝન પોલીસે રવાપર ધુનડા રોડ ઉપરથી બાતમીને આધારે સાત બાઈક અને એક રિક્ષાની ચોરી કરનાર મૂળ હળવદના અઠંગ વાહનચોર બાદશાહ ઉર્ફે ભૂરાને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. મોરબી સીટી એ ડિવિઝન વિસ્તારમાં બનેલા વાહનચોરીના બનાવોને પગલે સર્વેલન્સ સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવ્યું હતું જે દરમિયાન પો.કોન્સ આશીફભાઇ રાઉમા તથા પો.કોન્સ ચકુભાઇ કરોતરાને બાતમી મળી હતી કે, રવાપર ગામ તરફથી ધુનડા તરફ ચોરાવ સીએનજી રીક્ષા સાથે એક ઇસમ આવી રહ્યો છે. જેને પગલે એ ડિવિઝન પોલીસે વોચ ગોઠવતા રવાપર ધુનડા રોડ વૈદીહી ફાર્મ નજીક સીએનજી રીક્ષા મળી આવતા રીક્ષા ચાલકનું નામઠામ પુછતા પોતાનું નામ બાદશાહ ઉર્ફે ભુરો રમજાનભાઈ મહમદભાઈ શામદાર, રહે. હાલ કાલીકા પ્લોટ શેરી નં.૨ મોરબી મુળ રહે. ભવાનીનગર ઢોળો હળવદ જી.મોરબી વાળા હોવાનું અને સીએનજી રીક્ષા નં.GI-36-0-3735ના કાગળો માંગતા પોતાની પાસેના હોય જેથીનપોકેટ કોપ મોબાઇલથી સર્ચ કરતા આ સીએનજી રીક્ષા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના કેસમાં ગયેલ હોવાનું ખુલ્યું હતું. વધુમાં બાદશાહ ઉર્ફે ભૂરાની પોલીસે સધન પૂછપરછ કરતા આ શખ્સે મોરબી શહેરમાંથી અલગ - અલગ જગ્યાએથી તેમજ ધ્રોલમાંથી મળી કુલ-૭ મોટર સાયકલ ચોરેલ હોવાની કબુલાત આપેલ હોય જેથી પોલીસે આ વાહનચોર પાસેથી સીએનજી રીક્ષા-1 તથા મોટરસાયકલ-7 મળી કુલ રૂ.3.48 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.નોંધનીય છે કે બાદશાહ ઉર્ફે ભૂરા વિરુદ્ધ હળવદ, વાંકાનેર અને રાજકોટ પ્ર. નગર પોલીસ મથકમાં અગાઉ ગુન્હા નોંધાયા છે. આ સફળ કામગીરી એ ડિવિઝન પીઆઇ એમ.પી.પંડયા, સર્વેલન્સ પીએસઆઇ એસ.એમ.રાણા, એ.એસ.આઇ કિશોરદાન ગઢવી, પોલીસ હેડ કોન્સ. કિશોરભાઇ પારઘી, પોલીસ કોન્સ. ચકુભાઇ કરોતરા, આશિફભાઇ રાઉમા, હસમુખભાઇ પરમાર, અરજણભાઇ ગરીયા, શકિતસિંહ પરમાર તથા તેજાભાઇ ગરચર વગેરે દ્વારા કરેલ હતી.