સ્કાય બેડમિન્ટન એકેડમી આયોજિત ટુર્નામેન્ટમાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો મોરબી : મોરબીના યુવા ખેલાડીઓ હવે માત્ર ક્રિકેટ જેવી રમતને બદલે અન્ય રમતો પ્રત્યે લગાવ ધરાવતા થયા છે એટલે જ મોરબીમાં સ્પોર્ટ્સ એકેડમી પણ શરૂ થઈ છે ત્યારે તાજેતરમાં સ્કાય બેડમિન્ટન એકેડમી આયોજિત ઓપન ડબલ્સ કેટેગરી ટુર્નામેન્ટમાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મોરબીની સ્કાય બેડમિન્ટન એકેડમી દ્વારા મોરબી ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન ઓપન કેટેગરી ડબલ્સ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. જેમાં મોરબી જિલ્લા રમત-ગમતના ખેલાડીઓએ ભારે ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને જાહેર જનતાએ પણ જબરદસ્ત પ્રતિસાદ આપ્યો હતો. સ્કાય બેડમિન્ટન એકેડમી આયોજિત આ ટુર્નામેન્ટમાં 1.હર્ષ જોશી અને દિનેશ શર્મા, 2.મુરલી અને સ્નેહ પાડલીયા અને 3.નેવિલ પંડિત અને વિવેક આઘેરા ડબલ્સમાં ટોપ થ્રીમાં રહ્યા હતા. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..