બધિર વિજેતાઓ રાજયકક્ષાએ ભાગ લેવા માટે જશેમોરબી: શહેરની નવજીવન ન્યુ એરા પબ્લિક સ્કુલ ખાતે બધિર ખેલ મહાકુંભ 2.0 યોજાયો હતો. જેમાં તમામ પ્રાથિમક શાળાઓ અને બધિર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી સંસ્થાના અન્ય બધિરોએ સ્પર્ધામાં હોંશે હોંશે ભાગ લીધો હતો.શાળાના મેદાનમાં ખાતે 100 મીટર દોડ, 200 મીટર દોડમાં ભાગ લેનાર બધિર વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વિજેતાઓ રાજયકક્ષાએ ભાગ લેવા માટે જશે. આ કાર્યક્રમમાં શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સ્પર્ધકો માટે ચા-નાસ્તો તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ આયોજનમાં રમત-ગમત અધિકારી તથા સ્ટાફનો સહયોગ મળ્યો હતો.