ભુદેવ પાન નજીક ફટકડાનો સ્ટોલ નડતર બનતા કેબીન ધારકે ધોકાવાળી કરી : સામે પાઈપથી હુમલો કર્યાની ફરિયાદ મોરબી : મોરબી શહેરમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર ભુદેવ પાનની દુકાન પાસે ફટકડાનો સ્ટોલ નાખવા મામલે સ્ટોલ ધારક અને કેબીન ધારક વચ્ચે ધોકા પાઈપ સાથે બઘડાટી બોલી જતા સામસામી ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રેલ્વેકોલોની સુરજબાગ પાસે રહેતા દિપભાઇ અંબીકાપ્રસાદભાઇ પંડયાએ ભુદેવ પાનની દુકાન પાસે ફટકડાનો સ્ટોલ કરતા આરોપી દેવીસિહ સંગ્રામસિહ જાડેજા, અનોપસિહ જોરૂભા જાડેજા રહે બંન્ને અંબીકા રોડ મોરબી તેમજ પ્રવીણસિહ અને તેમનો દિકરો રહે બંન્ને ખાખરાળા વાળાને સારું નહિ લાગતા બોલાચાલી કરી ગાળો બોલી ઝપાઝપી કરી ધોકાના ધા મારી ઇજા પહોંચાડતા આ મામલે સિટી એ ડિવિઝન પોલીસે દીપભાઈની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધ્યો છે. બીજી તરફ સમાપક્ષે અંબિકા રોડ ઉપર રહેતા અનોપસિહ જોરૂભા જાડેજાએ દિપાભાઇ તેમજ તેના કાકા સામે પોતાની કેબીનને નડતરરૂપ થાય તે રીતે ફટાકડાના ટેબલ ગોઠવેલ હોવાથી ટેબલ સાઇડમાં રાખવાનું કહેતા આરોપીઓએ બોલાચાલી કરી ગાળો બોલી છાતીને ભાગે મુંઢ માર મારી પાઇપ કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..