મોરબી : નેશનલ હાઇવેની ખરાબ હાલતને કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. તેવામાં આ બિસ્માર હાઇવે ઉપર મસમોટા ખાડાને કારણે સ્કૂટર લઈને જતા મહિલાને અકસ્માત નડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. મોરબી- માળિયા નેશનલ હાઇવે ઉપર અનેક જગ્યાએ ખાડા અને ખરાબ રોડને કારણે વાહનચાલકો છેલ્લા ઘણા સમયથી પરેશાની વેઠી રહ્યાં છે. આ મામલે અનેક રજૂઆતો પણ થઈ છે. પરંતુ પરિણામ કોઈ આવ્યુ નથી. આજે ભરતનગર નજીક પુલ ચડતા જ મસ મોટા ખાડાને કારણે એક અકસ્માત સર્જાયો છે. જેમાં એક મહિલા સ્કૂટર લઈને જતા હતા. જે ખાડાને લીધે પડ્યા હતા. તેઓને માથામાં ઇજા પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે આ રોડની બદતર હાલતને કારણે કોઈનો જીવ જાય તે પૂર્વે કાર્યવાહી કરવામાં આવે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે.