મોરબી : સજનપર ગામથી ધુનડા ગામ તરફ સજનપરથી 1 કિલોમીટરના અંતરે આવેલ બંને બેઠા પુલના નાલામા મસમોટા ખાડા પડી ગયેલ છે આ મસમોટા ખાડા બુરવા માટે અનેકવાર રજુઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આ રોડ પર ખરાબ રસ્તાના કારણે અનેકવાર અકસ્માત થયાના દાખલા બન્યા છે. આજ રોજ મોરબીથી ડામર ભરીને આવતી મોટી ગાડી જે વાંકાનેર પાસે ચાલતા રોડના કામ માટે જતી હતી ખરાબ રસ્તાના કારણે સજનપર પાસે આવેલ બેઠા પુલ પાસે ગાડી નમી ગઈ હતી. ગાડી ખાલી કરવા માટે જેસિબીની મદદ લેવામાં આવી હતી. કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો આગામી સમયમા નાલા તેમજ રોડનું કામ શરૂ નહી થાઈ તો મોટી દુર્ઘટના ધટવામાં કોઈ શંકાને સ્થાન નથી. જો તંત્ર તાત્કાલિક રોડ કે નાલા નું કામ શરૂ નહીં કરે તો પછી જાત મેહનત જિંદાબાદ નું સૂત્ર સાર્થક કરવું પડશે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે.