આયુર્વેદ સાયન્સ ઓફ સેલ્ફ હીલિંગ વિષય પર સચોટ અને સરળ ભાષામાં જ્ઞાન પીરસાયું મોરબી : મોરબીના નાલંદા વિદ્યાલય ખાતે આયુર્વેદ સાયન્સ ઓફ સેલ્ફ હીલિંગ વિષય ઉપર બે દીવસીય પ્રદર્શન ખુલ્લું મુકાયું છે.જેમાં આપણા રોજિંદા જીવનમાં આયુર્વેદનો ઉપયોગ તેમજ અન્ય રસપ્રદ વિગતો અંગે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી રહીછે. પહેલું સુખ તે જાતે નર્યા કહેવત મુજબ આપણે સહુ જાણીએ છીએ કે શરીર સ્વસ્થ અને નીરોગી હોય તો જ આપણે સુખી રહી શકીએ છીએ. દરેક વ્યક્તિ સ્વસ્થ રહેવા ઇચ્છે છે, પરંતુ મોટા ભાગનાને આ વાતની ગંભીરતા બીમાર પડ્યા બાદ જ થતી હોય છે, શરીરમાં રોગ થાય હ નહીં તેવી પૂર્વ સાવધાની રાખવી તે જ શ્રેષ્ઠ ઉપચાર છે. આપણા પ્રાચીન આયુર્વેદમાં શરીર મન, સ્વસ્થ રાખવા માટેનું શ્રેષ્ઠત્તમ ઉપાય અને જીવનશૈલીનું વર્ણન છે આજનું આ પ્રદર્શન પ્રાચિનત્તમ આયુર્વેદ જીવનશૈલીનું સચોટ અને સરળ ભાષામાં જ્ઞાન અને સમજ આપનારું છે. નાલંદા વિદ્યાલય ખાતે આયોજિત આ પ્રદર્શન મુખ્ય પાંચ ભાગમાં વહેચાયેલું છે. જેમાં (1) આયુર્વેદના ઉદભવ અને મૂળભૂત સિદ્ધાંતો, આ વિભાગની અંદર આયુર્વેદની ઉત્પતિ ક્યારે અને કેવી રીતે થઈ તેની સમજ આપવામાં આવી છે. તેમજ આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતો ત્રિદોષ(વાત, પીત, કફ) તથા પ્રાચીન આયુર્વેદના ગ્રંથો અને આયુર્વેદાચાર્યની વિષે સચોટ માહિતી રજૂ કરવામાં આવી છે. (2) આપણું રસોડુ એ આપણું દવાખાનું, આપણી ભારતીય આયુર્વેદિક પરંપરા મુજબ આપણા રસોડામાં રસોઈ બનાવવામાં ઉપયોગી તમામ શાકભાજી, ફળો, મારી-મસાલા વગેરે વસ્તુ ઓ આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે અને આયુર્વેદમાં ઉપલબ્ધ ખાદ્યપદાર્થોના ઉપયોગની ઘણી બધી રેસીપી સૂ ચવેલ છે આ વિભાગમાં શાકભાજી, ફળો, પાણી, દૂધ, મીઠું, ગોળ તેમજ દરેક મારી-મસાલા રોગોના ઉપચારમાં કઈ રીતે ઉપયોગી છે તેની સમજ આપવામાં આવી છે. તેમજ ઘરઆંગણામાં ઉગાળી શકાય તેવા ઔષધીય છોડ વિષેની સમજ આપવામાં આવી છે. (3/4) આયુર્વેદ અનુસાર ઋતુ ચર્યા પ્રમાણેખોરાક, જીવનશૈલી અને ભારતીય તહેવારોની ઉજવણી, આયુર્વેદ અનુશાર શરીરને સ્વસ્થ જાળવવા માટે ત્રિદોષ (વાત, પીત, કફ) નું પ્રાકૃતિક સંતુ લન જાળવવું જરૂરી છે, પ્રાકૃતિક સંતુલન જળવતા તેમાં વિકૃતિ આવે છે અને તે જ રોગ ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ છે. આયુર્વેદમાં ઋતુ ઓશિયાળો, ઉનાળો, ચોમાસુ) અનુસાર ત્રિદોષમાં ફેરફાર થતાં હોય છે અને ત્રિદોષના સંતુલન માટે ઋતુ અનુસાર ભોજન અને જીવનશૈલી અપનાવી પડે છે સ્વસ્થ જીવન જીવવા માટે. આ વિભાગમાં ઋતુ ઓ અનુસાર ક્યાં ખાદ્ય પદાર્થો વધારેઓછા માત્રમાં ખાવા જોઈએ, દિનચર્યા કેવી હોવી જોઈએ, પહેરવેશ, શારીરિક શ્રમ કરવો જોઈએ તે માટેની વિશેષ સમજ આપવામાં આવી છે. તેમજ ઋતુઓ અનુસાર ભારતમાં તહેવારો આવે છે અને તેની ઉજવણી કેવી રીતે કરવી તેની પાછળ પણ આયુર્વેદ રહેલું છે તે માટે તહેવારોની પરંપરાગત ઉજવણી કેવી રીતે કરવી જોઈએ તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. (5) આયુર્વેદ તરફ પાછા વાળીએ, આ વિભાગમાં મોડર્ન ખેતી પધ્ધતિ અને પશુ પાલનથી મનુષ્ય જીવન અને આરોગ્ય ઉપર થયેલી વિપરીત અસરો તથા પ્રાકૃતિક ખેતી અને ગાય પાલનનું મહત્વ સમજાવી ભવિષ્યમાં આવનારા પ્રશ્નોનાં સમાધાન માટે ગાય આધારિત કૃષિ અને પંચગવ્ય આધારિત ચિકિત્સા વિષે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. તેમજ આધુનિક મેડિકલ સાયન્સ પાસે જે રોગોના કાયમી ઉપાય નથી તેમજ અતિશય તેની ખર્ચાળ સારવાર અને સાઈડ ઇફેક્ટ ની ગંભીર અસરોથી બચવા અને પ્રાચીનતમ આયુર્વેદિકની વિવિધ ચિકિત્સા પધ્ધતિઓ દ્વારા ગમે તેવા હઠીલા અને ગંભીર રોગોનો ઈલાજ કઈ રીતે થઈ શકે તે વિષેની માહિતી આપવામાં આવી છે. તેમજ આપણા જીવનમાં પ્રાણાયામ અને યોગાસનોનું શું મહત્વ છે તેની ઉપયોગીતા વિષે સમજ આપેલ છે. અંતમાં આપણા ઘરઆંગણે કઈ રીતે ટેરેસ ગાર્ડન બનાવી શુધ્ધ શાકભાજી ઉગાડી શકાય ઘરના પર્યાવરણને શુદ્ધ રાખી શકાય તેમજ ઘરેલુ કચરાનો સદઉપયોગ કરી બેઠાળુ જીવનશૈલીમાં એક સુંદર પ્રવુતી થઈ શકે તેના વિષે માર્ગદર્શન આપવામાં આવેલું છે. આ પ્રદર્શનમાં 1500 થી વધારે વિદ્યાર્થી અને 100 થી વધારે શિક્ષકોએ ભાગ લઈ પ્રદર્શનને સફળ બનાવવા અથાગ પ્રયત્નો કરેલ છે. આ પ્રદર્શન બે દિવસ નાલંદાના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવેલ છે. મોટી સંખ્યામાં વાલીઓ આ પ્રદર્શન જોવા માટે આવશે અને આયુર્વેદ વિષેની સંપૂર્ણ માહિતી મેળવી વિદ્યાર્થીને પ્રોત્સાહન કરશે. આ પ્રદર્શન સફળ બનાવવા માટે શાળાના પ્રિન્સિપાલ, કોર્ડિનેટર, શિક્ષકો, વિદ્યાર્થીઓને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ગામીએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.