મોરબીઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા તાજેતરમાં બી. એડ. સેમેસ્ટર-1નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબીની શિક્ષણ ક્ષેત્રે હરહંમેશ અગ્રેસર એવી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર.ઓ. પટેલ મહિલા બી. એડ. કોલેજનું સેમેસ્ટર- 1 નું 10 ટકા પરિણામ આવ્યું છે. બી. એડ. સેમેસ્ટર- 1માં આર.ઓ. પટેલ મહિલા બી.એડ. કોલેજ પ્રથમ નંબરે ચૌહાણ દર્શના એમ. 593/625, બીજા નંબરે ખાંભલા બેના જે. 585/625, ત્રીજા નંબરે કણસાગરા માનસી સી. 584/625 માર્કસ મેળવી સંસ્થા અને કોલેજ પરિવારનું ગૌરવ વધાર્યું છે. બી. એડ. સેમેસ્ટર 1 માં કુલ 50 તાલીમાર્થીઓમાંથી 50 તાલીમાર્થીઓએ એટલે કે 100% તાલીમાર્થીઓએ ફર્સ્ટ ક્લાસ (60% થી વધુ) મેળવીને કોલેજની યશકલગીમાં વધુ એક અદ્વિતીય સિદ્ધીનો ઉમેરો કર્યો છે. સર્વે તાલીમાર્થીઓને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, અધ્યક્ષ વલમજીભાઈ અમૃતિયા, ઉપપ્રમુખ ત્રમ્બકભાઈ ફેફર તથા ટ્રસ્ટી એ. કે. પટેલ, જયંતિલાલ પટેલ, તથા કોલેજના પ્રિન્સિપાલ કમલેશભાઈ ભોરણિયા તથા શિક્ષણ વિદ્યાશાખાના સર્વે સ્ટાફગણ તરફથી તાલીમાર્થીઓને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આવી જ ઉત્તરોતર ઉન્નતિ કરી પરિવારનું ગૌરવ વધારીને સમાજ તેમજ રાષ્ટ્ર ઉપયોગી કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.