મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બી.કોમ. સેમેસ્ટર 5ના પરિણામમાં મોરબીની આર. ઓ. પટેલ મહિલા કોલેજનું 76% જેટલું રીઝલ્ટ આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બી.કોમ. સેમેસ્ટર 5 (ન્યુ કોર્ષ - 2019) નું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત આર.ઓ. પટેલ મહિલા કોલેજનું 76% જેટલું રીઝલ્ટ મેળવીને યુનિવર્સિટી કક્ષાએ તથા મોરબી જિલ્લામાં કોમર્સ કોલેજનો દબદબો જાળવી રાખી સંસ્થા અને કોલેજ પરીવારનું ગૌરવ વધાર્યું છે. કોલેજમાં પ્રથમ નંબરે ડાભી વૈશાલીબેન ભરતભાઈ 600/700, બીજા નંબરે નકુમ સરોજબેન વશરામભાઈ 574/700, ત્રીજા નંબરે ચાવડા રવીનાબેન મહેશભાઈ 564/700, ચોથા નંબરે દેકાવડીયા ધાર્મીબેન શાંતિલાલ 560/700, ચોથા નંબરે પરમાર સપનાબેન અશ્વિનભાઈ 560/700, પાંચમા નંબરે પરમાર વૈભવીબેન બળવંતભાઈ 559/700 માર્કસ મેળવી સંસ્થા અને કોલેજ પરીવારનું નામ સમગ્ર સૌરાષ્ટ્રમાં ગુંજતું કર્યું છે. તદુપરાંત, મેનેજમેન્ટ એકાઉન્ટિંગ વિષયમાં 4 વિધાર્થિનીઓએ 100 માંથી 100 માર્ક મેળવી સાથોસાથ એકાઉન્ટિંગ વિષયમાં 3 વિધાર્થિનીઓએ 100 માંથી 100 માર્ક મેળવી જે તે વિષયમાં સોનેરી સિધ્ધિ પ્રાપ્ત કરી છે. કુલ 256 વિધાર્થિનીઓ માંથી 208 વિધાર્થિનીઓ એટલે કે 81.25% વિધાર્થિનીઓએ ફર્સ્ટ ક્લાસ (60% થી વધુ) મેળવીને કોલેજની યશકલગીમાં વધુ એક અદ્વિતીય સિદ્ધીનો ઉમેરો કર્યો છે. સર્વે વિધાર્થીનીઓને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ વલમજીભાઈ અમૃતિયા, કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનભાઈ ગામી, કોમર્સ વિદ્યાશાખાના હેડ ઑફ ડિપાર્ટમેન્ટ મયુરભાઈ હાલપરા તથા કોમર્સ વિદ્યાશાખાના સર્વે સ્ટાફગણ તરફથી વિદ્યાર્થિનીઓને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આવી જ ઉત્તરોતર ઉન્નતિ કરી પરિવારનું ગૌરવ વધારીને સમાજ તેમજ રાષ્ટ્ર ઉપયોગી કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.