મોરબી : મોરબીની જોધપુર (નદી)માં શ્રી એમ.પી.પટેલ ગૃપ ઓફ એજ્યુકેશન ખાતે ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે બી.કોમ.ના વિદ્યાર્થીઓની કોલેજ શરૂ કરવામાં આવી હતી. આ દરમ્યાન શ્રી કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટના પ્રમુખ જયંતિભાઈ જે. પટેલ, ટ્રસ્ટી રજનીભાઈ અઘારાએ વિદ્યાર્થીઓને કોલેજ લાઈફના પ્રથમ પગથિયાની શરૂઆત અંગે શુભેચ્છા પાઠવી હતી. શ્રી એમ.પી.પટેલ બી.એડ. અને કોમર્સ કોલેજ પ્રિન્સિપાલ રાજનીશભાઈ બરાસરા દ્વારા વિદ્યાર્થીઓની આ નવી સફર અને ગુરુપૂર્ણિમાનું મહત્વ સમજાવવામાં આવ્યું. અને સિનિયર અધ્યાપક ડો. નિપુણ અંદરપા દ્વારા વિદ્યાર્થીઓના શ્રી લક્ષ્મણ વિદ્યાધામ કેમ્પસના ઇતિહાસથી વાકેફ કરવામાં આવ્યા. તથા કોલેજ સ્ટાફ પ્રો. ડી.ડી. બરાસરા, પ્રો. પ્રિન્સ દંતાલિયા, પ્રો. કંચનબેન વાઘડિયા અને પ્રો. અંજનાબેન રામાનુજ દ્વારા ગુરુપૂર્ણિમાનો મહિમા રજૂ કરવામાં આવ્યો હતો.